________________
૩૧૬
ડાકુઓના આત્મસમપર્ણના સંત વિનેબાજીના કાર્યને અંતે રાજ્યસત્તાઓ અને પિલિસાએ કઈ રીતે બિરદાવ્યું એ તરફ અંગૂલિનિર્દેશ કર બસ થશે. સં. ]
સંત વિનેબાજી સામ્ય-સત્યાગ્રહની વાત કરે છે પણ તેની કોઈ વ્યાપક પ્રક્રિયા કઈ ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી નથી માત્ર પાદયાત્રાને જ સૌમ્ય સત્યાગ્રહની પ્રક્રિયામાં ન ખપાવી શકાય. ગાંધીજીએ તે સંગઠિત રીતે અન્યાયના પ્રતિકાર માટે સત્યાગ્રહ કર્યા– કરાવ્યા હતા. એટલે આખો દેશ જાગ્યો હતો અને સર્વોદય તરફ વળે હતે. અધતન સર્વોદયવાદમાં આવી પ્રક્રિયાઓ ઊભી ન થતાં અનિષ્ટોનાં અંધારા દૂર થતાં નથી અને સમસ્યાઓ ઉલટી વધુ ને વધુ ગુંચવાતી જાય છે. અદ્યતન સર્વોદયનાં સિદ્ધાંતના સૂત્રો:
સર્વોદયનું સૌથી પહેલું સત્ર છે. “શેષણ વિહીન સમાજ રચના શેષણવિહીન સમાજ ત્યારે જ થઈ શકે જ્યારે શેષણના જે તે છે તેને અટકાવવામાં આવે. શેષણના ત્રણ સ્ત્રોત છે – (૧) બુદ્ધિ દ્વારા (૨) સંપત્તિ દ્વારા અને (૩) રાજ્ય દ્વારા.
બુદ્ધિ દ્વારા શોષણને પ્રકાર આ પ્રમાણે છે કે ગામડામાંથી કાશે માલ વેપારી કે દલાલે ઓછા ભાવે લઈ જાય છે અને શહેરો પીઠોમાં ઉંચા ભાવે વેચે છે એટલું જ નહીં, માલ લઈ જવાની દલાલી, આડત કે કમીશન પણ ગામ પાસે જ વસુલ કરે છે. એના બદલે જનસંગઠને દ્વારા સંચાલિત સામુદાયિક પ્રવૃત્તિ તરીકે ગામની સહકારી મંડળીઓ જ સીધે સંપર્ક શહેરની પીઠે સાથે રાખે તે, જાતે ભાવ નકકી કરે અને વેચે તે ભાવ પણ સરખો આવે અને વચમાંની દલાલી, કમીશન, આડત વિગેરે બચતાં, ગામડાંનું શેષણ અટકી શકે. એવી જ રીતે કાચા માલને પાકા માલમાં ફેરવવા અંગે ગામડાંમાં જ સહકારી ધોરણે જીન કે પ્રેસ વગેરે નંખાય તે યે ગામડાનું શેષણ અટકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com