________________
-
૩૧૧
વ્યકિતગત એકાંત સાધનામાં વર્ષો ગાળ્યાં છે. આથી તેમણે સર્વોદયની ધૂરી હાથમાં આવતા કોઈ પણ કાર્યમાં સગઠનની વાત કરી નથી. સંગઠનમાં તે કડક શિસ્ત, નિયમના બંધન અને જવાબદારી
ઈને, તેઓ જાતે કઈ સંગઠનમાં જોડાયા નથી તેમણે જવાબદારી લીધી નથી એટલું જ નહીં સંગઠન તરફ ઉપેક્ષાવૃત્તિ ધારણ કરી છે.
એટલે ગાંધીજી જે સંગઠન દ્વારા સર્વોદયમાં માનતા હતા અને સંગઠનના કડક નિયમ, શિસ્ત અને જવાબદારીમાં માનતા હતા તે ભાવના ઓસરતી ગઈ અને એક નવી ભાવનાએ આકાર લીધે કે વ્યકિતદ્વારા જ ક્રાંતિ થઈ શકે અને લોકો પણ એમ માનવા લાગ્યા, કેવળ વિનોબાજી નહીં; ૧૮૫૧ પછી જેટલા નવા નવા સર્વોદય કાર્ય કરે આવ્યા તેમની પાસે પણ ગાંધીજીની સર્વાગી-સર્વોદય દષ્ટિ ન લેવાના કારણે તેઓ પણ સંગઠન વગર વ્યકિતગત રીતે ભૂદાન કાર્ય કરતા રહ્યા. જો કે કેટલાક ભૂદાન મંડળે ઊભાં થયાં પણ તેમાં બંધારણ કે નિયમોપનિયમની શિસ્ત ન રહી. સહુ વિનોબાજીનું અનુકરણ કરવા લાગ્યા. સર્વોદય કાર્ય માટે ગાંધી સ્મારક નિધિના ભંડારો ખુલા હતા. એટલે નવા સર્વોદયી કાર્યકરોની ભીડ જામવા લાગી અને એમાં કેટલાક ગોટાળા ૫ણ થવા લાગ્યા. એટલે લોક શ્રદ્ધા ઓસરતી ગઈ. ભૂદાનના કારણે જે એક વિચારક્રાંતિનું મોજું દેશવ્યાપી પ્રસર્યું હતું તેનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. ભૂદાન કાર્યકરે અને ભૂ-વિતરણ પાછળના અનહદ ખર્ચને જોઈ લોકોમાં જમીન આપવાને રસ ઓછો થશે. તે પણ સહુથી મોટી ફેરબદલી એ થઈ કે જે સર્વોદય, સર્વ ક્ષેત્રને સ્પર્શતું હતું અને જેને ગાંધીજીએ જુદાં જુદાં સંગઠન અને કાર્યક્રમો દ્વારા વ્યાપક બનાવ્યો હતો તે સીમિત બનીને “ભૂદાન ”ની એકાંગી પ્રવૃત્તિ તરફ આવીને તેને જ સ્પર્શતે રહી ગયો. જુદાં જુદાં સંગઠનનું એકીકરણ જરૂર કરવામાં આવ્યું અને તેને સર્વ – સેવા સંઘ નામ આપવામાં આવ્યું. આમ સર્વોદયનો પાયે તે નીકળી ગયું અને તેના બદલે સર્વ - સેવા આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com