________________
૩૦૩
લાગે છે. પણ ખરેખર પતતા નથી. એક પતીને બે ઉભા થાય એવી સ્થિતિ થાય છે. એટલે ગાંધીજીની હયાતીમાં અહિંસાને જે ચમત્કાર બતાવેલો, તેનાં કરતાં અનેક ગણો અનેક ક્ષેત્રે બતાવવું પડશે. (૨) સ્ત્રી અને પુરૂષોને કાયમી અને વધુ પડતો સંપર્ક છતાંય, બન્ને જણ સંયમની મર્યાદા સાચવીને રહી શકે અને એકમેકના પૂરક તરીકે કામ કરી શકશે. પરણેલાં સ્ત્રી-પુરૂષ, ગુહરણામી સંતાનની જરૂર પડે શરીરભોગ કરવાની છુટ લેવા ઇચ્છશે તે પણ તે વાસના વધારવા માટે નહીં, સંયમના લક્ષે જ છૂટ લેશે.
ભારતીય સંસ્કૃતિ માટે આ અશક્ય નથી. નવાયુગનાં સાધુસાધ્વીઓએ હૃદય-સ્પર્શથી અને નવા યુગના બ્રાહ્મણે (રચનાત્મક કાર્યકર)એ વાત્સલ્ય લક્ષી સ્પર્શથી આ સિધ્ધ કરી આપવું પડશે. આ બને સમાજના વૈધ-વર્ગ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com