________________
૩૭
સાચું શિક્ષણ આપવાનું છે અને સત્ય કહેતાં કહેતાં પ્રાણ હમી દેવાનો છે. સિપાઈનો ધંધે પિતાના પ્રાણ સાટે પ્રજાનું રક્ષણ કરવાને છે. વૈદને ધંધે પ્રજાની તંદુરસ્તી જાળવી રાખવા, પિતાની સુખસગવડે મૂકવાને છે. વકીલના ધંધે પ્રજામાં અદલ ઈસાફ ફેલાવવાને છે; તેમ કરતાં કરતાં જે સહેવું પડે તે સહેવું જોઈએ. વેપારીને ધંધે પ્રજાને જઈ માલ પૂરો પાડવાને છે; તેમ કરતાં જે સહેવું પડે તે સહેવું ઘટે.”
આ વિચારધારાની ઊંડી અસર ગાંધીજી ઉપર થઈ અને તેમનામાં “અદયની ની ભાવના જાગી. હિંદમાં આવ્યા ત્યારે તેમણે જાહેર કર્યું કે “આપણા દેશની પછાતમાં પછાત ગણાતી કેમની બાઈને રાખવા માગું છું.” તેમણે હરિજન આશ્રમમાં લમીબાઈ નામની એક કન્યાને રાખી. હરિજન કુટુંબને તેમણે આશ્રમમાં વસાવ્યાં. હરિજનહાર માટે તેમણે હરિજન-સેવકમાં ઘણું લખ્યું. એક વખત તેમણે હરિજને માટે આમરણ ઉપવાસ-અનશન પણ કર્યું. પહેલાં તેઓ આદર્શ લગ્ન વખતે આશીર્વાદ આપતા. પછી વરકન્યા પછી એક હરિજન હોય તે આશીર્વાદ આપવાનો નિયમ કર્યો. હરિજનેની આર્થિક સ્થિતિ સુધારવા તેમણે ફંડફાળા પણ કર્યા. તે વખતના ધર્મધુરંધર અને પંડિતને બોલાવી તેમણે હિંદુધર્મના શાસ્ત્રો શોધાવી પ્રમાણ મેળવ્યા. પંડિત મદનમોહન માલવીય અને આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોએ હિંદુ ધર્મશાસ્ત્રમાં માનવ માનવ પ્રત્યે ધણું અને ભેદભાવ છે જ નહીં એ સિદ્ધ કરી બતાવ્યું. જે કંઈ ધર્મના નામે ચાલે છે તે માનવતા વિહેણું કૃ સ્વાથી કે ચલાવે છે એમ સાબિત કરી, “અસ્પૃશ્યતા હિંદુધર્મ માટે કલંક છે એ વાત ઉપર પંડિત અને વિદ્વાનોની મહેર લગાવી. એટલું જ નહીં તેમણે અસ્પૃશ્યતા નિવારણને ખરડે પણ રાજ્ય મારફત બનાવ્યો. આમ પાતમાં પછાત કોમને તેમણે ઉદ્ધાર કર્યો.
ત્યારબાદ બીજા જે પછાત વર્ગો હતા તેમના ઉદ્ધારનું કાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com