________________
૩%
તેમણે હાથ લીધું. તેમના ઉત્થાનના કાર્યક્રમ તેમણે જ્યા. એમાં ગામડાં; નારીજાતિ અને શહેરી મજૂરોને લીધા. તેમણે ગામડાંઓના ઉત્થાન માટે જુદા જુદા રચનાત્મક કાર્યક્રમ મૂક્યા. નારીજાતિનીમાતાઓની નૈતિકશકિત જાગૃત કરી તેમને અહિંસક પ્રતિકારના કાર્યોમાં લગાડ્યા. શહેરી મજૂરોનું સંગઠન કર્યું. મજૂરો અને મહાજનનું સંયુકત સંગઠન કર્યું અને નીતિના તો પૂર્યા. ગરીબ ભારતનું શોષણ મટાડવા માટે તેમણે વિદેશી માલને બહિષ્કાર કરાવ્યું અને સ્વદેશીવ્રત અપાવ્યું. આ રીતે ગાંધીજીએ અંત્યોદયમાંથી સર્વોદયનું કામ ખીલવ્યું.
કોઈને પ્રશ્ન થશે કે “અંત્યોદય માંથી ગાંધીજીએ સર્વોદય કેવી રીતે પ્રગટાવ્યો ? એને જવાબ ગાંધીજીએ “હિંદ-સ્વરાજ્યમાં આજ છે. તે છતાં જે વિચારવામાં આવે તે તેમની દરેક પ્રવૃત્તિ સંગઠને વડે સર્વોદય સાધવાની હતી એમ લાગશે.
પ્રાર્થના સત્યાગ્રહ, અનશન, નોઆખલી હુલ્લડમાં શાંતિ સ્થાપના, વગેરે પ્રવૃત્તિઓ બીજી તરફ રચનાત્મક કાર્યકર અને કેગ્રેસી લોકોનું ઘડતર, ત્રીજી તરફ હિંદુ-મુસ્લિમ એજ્યતાનું ઘડતર; ચોથી તરફ ગ્રામ અને નગરની પછાતપ્રજાના ઘડતરનું કામ આ બધાં કામ તેઓ એકી સાથે કરાવી લેતા હતા. એટલે અત્યજે હરિજનો અને પછાતવર્ગોના ઉદયની સાથે સાથે તેમનું શોષણ કરનારા, રંજાડનારા અને તેમને પછાત રાખનારાઓનું શોષણ પણ મટી જઈ નીતિ અને ધર્મનાં તો આવવાથી ઉદય જ થતું. આમાં એક તરફ શોષણ ન થવાથી પછાતવર્ગોને ઉદય થયો અને બીજી તરફ શોષણ કરતાં અટકતા હેવાથી શેષક વર્ગને પણ ઉદય થયો. એવી જ રીતે અંગ્રેજો સાથે ડંખ રાખ્યારખાવ્યા વગર અહિંસક લડાઈ ચાલી તેમાં એક તરફ ભારતીય પ્રજાને અને બીજી તરફ અનિષ્ટોથી હટવા માટે અંગ્રેજોને પણ ઉદય જ થ. પરિણામે હિંદને સ્વરાજય આપવાની તરફેણ કરનારા ઘણા માણસો પાયા અને આગળ આવ્યા. ભારત પ્રતિ તેમને આદર રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com