________________
૨૮
દુખોને (નિવાસ અને વસ્ત્રનાં) ર કરીને શરીરનું રક્ષણ કરવાને કાર્યક્રમ હોવો જોઈએ. સભાગે એક નાનકડા પ્રતીક તરીકે પણ ભાલમાં જવારજમાં હરિજને માટે મકાન બંધાયા અને વોગ માટે સહકારી જીન પ્રેસ તથા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ચાલે છે. રક્ષણને કાર્યક્રમ
ઘણી વાર એવું બને છે કે અન્ન, પાણી, વસ્ત્ર, મકાન વગેરેની સુખસગવડ હોવા છતાં રક્ષા માટે નિરાંત હોતી નથી. કોઈ બહારવટીયાને ડર હોય છે; ગામને હેવા છતાં કેઈન્ડાને ભય રહ્યા કરે છે. આવા માણસો પિતાને પ્રાણ લેશે એવું દુઃખ માણસના મનમાં રહ્યા કરે છે. પ્રાણ હેય છતાં તેની રક્ષા બરાબર ન થતી હોય કે ન થઈ શકતી હોય તે તેનું દુઃખ થયા કરે છે. ગામના કે બહારના આક્રમકોને ફડકો ન રહે, તેનાથી રક્ષણ કઈ રીતે કરવું તેની ચિંતા થયા કરે તેમજ પ્રાણુ ન ટકે તેનું દુઃખ ખટકયા કરે છે આવું બધું હોય તે જીવન વિકાસમાં પ્રગતિ ન કરી શકાય. ચેરી થવાની વકી હોય ત્યારે ખેતી સુધારવામાં મન ચુંટશે નહીં. “હું વીરડે તૈયાર કરીશ પણ બીજા પણ ચરાવી જશે. ઝૂંટવી લેશે.” તે વીરડા ગાળવાનું મન થતું નથી. એટલે કેવળ પાણી, અન્ન, વસ્ત્ર અને વસાહતના દુઃખેના નિવારણના કાર્યક્રમ સાથે એ બધાના રક્ષણ કાર્યક્રમ હે જોઈએ. રક્ષણની વ્યવસ્થા નહેય તે આગળ વિકાસ ન થઈ શકે. આ તનના સુખને કાર્યક્રમ થયો. મને દુઃખ નિવારણનો કાર્યક્રમ :
પણ શરીરનું સુખ હોય, પૈસા પણ પુષ્કળ હેય તે છતાંયે કેટલીક વખત વધુ મેળવવાની તૃષ્ણાને લીધે, બીજાની પાસે વધુ સામગ્રી જોઈ મનમાં અસંતોષ, અદેખાઈ અને ઈર્ષા થયા કરે છે. કેટલીક વાર પોતાની બિન-આવડતને લઈને દુઃખ થયા કરે છે. એમાં વસ્તુ હોવા છતાં માણસ મનના કે અજ્ઞાનના કારણે દુઃખ ભોગવ્યા કરે છે. એ દુખ કેવી રીતે ન ભોગવવું તેને ખ્યાલ શિક્ષણ-સંસ્કારથી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com