________________
તેમ તેમની નિશ્ચિતતાનું સાધન બનતી નથી. પૈસો જેમ જેમ વધે છે. તેમ દિવ્યગુણોના અભાવે લોકે, સિનેમા, વ્યસને, દારૂ, તાડી, નિરર્થક સાહિત્ય કે વિષયવાસનાના પ્રકારે માં વધારે ને વધારે સંપત્તિ વેડફતા જય છે. તેમને જે આનંદ મળે છે, જે બેફિકરી છે તે ધૂનને આનંદ અને બેફિકરી છે. તે ક્ષણિક છે અને તેમાંથી સ્થાયી સુખ મળવાનું નથી. તેમને દિવ્યગુણે વડે સાચો આનંદ મેળવવાની વાત કોણ શીખવી શકશે કે સ્થાયી સુખ અને નિર્દોષ આનંદ તે દિવ્યગુણોમાં રહેલાં છે.
એ કામ સાધુસંસ્થાનું છે. તેમણે દિવ્યગુણો વડે આનંદ મેળવ્યા છે અને તેઓ જ સમાજને એ વાત શીખવી શકશે કે એમાં જે આનંદ છે તે સંપતિ વેડફી નાખી ક્ષણિક વાસનાને સંતોષતા સાધનમાં નથી. તેમણે ઉત્સાહ આપી, પ્રેરણા આપી તેમનામાં દિવ્યગુણ પ્રગટાવવાની કળા શીખવવી પડશે અને એથી કરીને લોકોની શક્તિને સારી દિશામાં લગાડવી પડશે.
આ દિવ્યગુણ વિકાસની અંદર, જનતા, જનસેવક, રાજ્ય અને સાધુ વર્ગ એ ચારેય સંસ્થાઓને અનુબંધ આવી જાય છે. સાધુ સંસ્થા આગળ ગુણ વિકાસનું આ મોટું કામ પડેલું છે. તેમણે મનુષ્યમાં પૂર્ણ ગુણોને વિકાસ કેમ થાય તેવા પ્રયોગ કરવાના છે, તેવું ચિંતન કરવાનું છે, અન્ન નિરીક્ષણ કરવાનું છે અને તદનુરૂપ અનુબ ધો જોડવાના છે.
જ્યાં જ્યાં સંસ્થાઓ કે સંસ્થાની કડી તૂટતી હેય, અનુબંધ બગડતો હેય અને પરિણામે વિષમતા ફેલાતી હેય, આજીવિકાની નિશ્ચિતતા ન મળતી હોય, ત્યાં બરાબર નૈતિક ધામિક માર્ગદર્શન આપી તેમજ ન્યાય અને હૂંફ અપાવીને દિવ્યગુણે વધે તે રીતના પ્રયત્ન કરવા જોઈએ.
આની સાથે એ જરૂરી છે કે સમાજમાં ગુણોની પ્રતિષ્ઠા વધે અને અવગુણોની પ્રતિષ્ઠા તૂટે એ પ્રયત્ન અનિવાર્ય કરવો જોઈએ. જે એમ નહીં થાય તો અવગુણોની પ્રતિષ્ઠા વધી જશે. પરિણામે દિવ્યગુણોની વાત, સાધુ વર્ગ વ્યાખ્યાનમાં કહેશે પણ કાંઈ વળે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com