________________
૨૨
આવે ત્યાં સુધી વિશ્વશાંતિના પ્રશ્નમાં કશું નકર કાર્ય ન થઈ શકે. કેવળ અહિંસાદિ ધર્મને ઉપદેશ સાધુઓ આપીને બેસી રહે તે ધર્મની રચનાત્મક સંપૂર્ણતા ન આવે. એવી જ રીતે રચનાત્મક કાર્યકરે કેવળ એમ વિચારે કે સમાજમાં રાહતનાં કાર્યો કરશું અથવા કેવળ હિંદના અમૂક ગામડાંઓમાં સપ્ત સ્વાવલંબનમાં અમૂક કાર્યો કરશું, તે વિશ્વવાત્સલ્ય કાર્યક્રમ પૂરો થયો. તો એનાથી વિશ્વના પ્રશ્નો ઉકેલાશે નહીં અને વિશ્વશાંતિ દૂરગામી થશે. એના માટે વિશ્વને નજર સમક્ષ રાખીને જ દરેક કાર્યક્રમને સ્પર્શવો પડશે.
તે સહેજે પ્રશ્ન એ થાય છે કે શું આ આ કાર્યક્રમ પાર પાડવાની વિશ્વ વાત્સલ્યમાં શક્તિ છે? અગાઉ જણાવવામાં આવ્યું તે પ્રમાણે એ દિશા તરફનાં તેના પગલાં સાયાં છે પણ આજની વિષમ પરિસ્થિતિમાં કયારે એ ધ્યેયને પહોંચી શકાશે એ કહી શકાય નહીં. સાધુઓને જ લઈએ. એમાંથી કોઈ પણ એક સાધુ આપદ્ ધર્મ તરીકે વિશ્વની દિશામાં ઉપરોક્ત કાર્યક્રમ લે એ બની શકે, પણ વિશ્વના સાધુઓને ધર્મ પરિષદના કાર્યક્રમ હેઠળ એક કરવાનું કાર્ય તે ગજા ઉપરાંતનું લાગે છે. એવી જ રીતે વિશ્વના તમામ રચનાત્મક કાર્યકરો મળી જાય એ પણ આજે કલ્પનાની વાત લાગે છે. અત્યારે કોંગ્રેસને મહત્ત્વ આપવાનું છે, પણ જે સાધુઓ અને રચનાત્મક કાર્યકરે ભળી જાય તે કેરોસ કરતાં વિશ્વધર્મની શુદ્ધિ-પુષ્ટિને વિચાર ત્યારે થશે.
ઉપરની વાત ઉપરથી કદાચ કોઈ એમ પણ તકે કરે કે જે એમ ન થાય તે શું કાર્યક્રમ મૂકી દે? કલ્પનાનું નવું મકાન ન બંધાય એટલે હમણાંનું મકાન પણ મૂકીને નીકળી જવું; એના જેવી એ વાત થશે. જે હાથમાં છે તેને સાથે કરીને તેને અનુબંધ આપણું કાર્યક્રમ સાથે બેસાડીને આગળ ચાલવાનું છે. ભવિષ્યમાં કદી આ પરલોકમાં થશે. એમ માનીને પરલોક માટે આ લોકને બગાડવાનું નથી કે તેને અફસોસ કરીને બેસી રહેવાનું નથી.
એ નથી બન્યું પણ બનવું જોઈએ. તે માટે જ વિચાર થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com