________________
૨૮૪
દૂર કરવા માટે કાર્યક્રમો ચાલવા છતાં કે જ્યાં સુધી સમાજમાં દિવ્યગુણોના સંસ્કારે ન પ્રગટે ત્યાંસુધી સુખ કે સમતા ચિરકાળ
સુધી ટકવાના નથી. એ જોવામાં આવે છે કે જ્યાં અભાવ -નથી, વિષમતાનું દુઃખ નથી, એવા ઘણાયે પ્રતિષ્ઠિત લોકો અને સામાન્ય પ્રજામાં સુખ લાંબા ગાળા સુધી ટકતું નથી કે એ સુખ એમનામાં દિવ્યતા પ્રગટાવી શકતું નથી.
ગીતામાં, અભય, સત્વ સંશુદ્ધિ, દાન, દમ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, જ્ઞાન, વગેરે ૧૬ દિવ્યગુણ બતાવેલ છે. તેને દૈવી સંપત્તિ કહેવામાં આવી છે. માનવસમાજમાં આ દિવ્ય ગુણે કેમ પ્રગટે? તેને પ્રગટાવવાનું કામ કોણ કરે? એ અંગે વિચાર કરીએ. છે જેણે પિતાનું જીવન દિવ્ય-ગુણની સાધનામાં અર્પણ કર્યું છે. સામાન્ય જ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીની સાધના માટે જે સતત મથતા રહે છેમનુષ્યનું પૂર્ણ સ્વરૂ૫ દિવ્ય અવસ્થા છે, તેને ક્રમે ક્રમે મેળવવા જે પુરૂષાર્થ કરે છે તે સાધવર્ગ સમાજમાં દિવ્ય ગુણો પ્રગટાવવાનું કામ કરી શકે. આ સાધુવર્ગમાં બધા પ્રકારના સાધુએ આવી જાય છે. તેઓ જુદા જુદા દેશમાં હાઈને જુદા જુદા દિવ્યગુણે ઉપર ક્રમે ક્રમે ભાર મૂકતા જશે. ક્યા દિવ્યગુણ ઉપર વધારે ભાર મૂકો અને કયા દિવ્યગુણ ઉપર છે ભાર મૂકવો એ તો તે-તે દેશ, કાળ, પરિસ્થિતિ જોઈને સાધુવર્ગ પોતે નક્કી કરશે. પણ, સાધુસંસ્થાને મુખ્ય કાર્યક્રમ સમાજમાં દિવ્યગુણે પ્રગટાવવા, વિકસાવવા અને વધારવાનું છે. તેઓ ગામડાં અને શહેરનાં અલગ અલગ જનસંગઠનોથી લઈને જનસેવક સંગઠને અને ધર્મસંગઠને સુધીમાં નિરીક્ષણ કરશે કે કયા કયા દિવ્યગુણની જરૂર છે અને તે માટેના કાર્યક્રમ મૂકશે.
આજકાલ સામાન્ય રીતે લોકોને-મજૂરોને પૈસા વધારે મળે છે. તેમાં પણ શહેરમાં એથી યે વધારે મળે છે. એટલે તે પ્રમાણમાં સંપત્તિ - વધી છે પણ દિવ્યગુણે ન હોવાને કારણે તે સંપત્તિ ટકતી નથી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com