________________
૨૮૨
વ્રત–બદ્ધ થઈ આગળ વિકાસ સાધવાનું મળ્યું છે, જીવનમાં આવતી સામાજિક-આર્થિક વિષમતાને જેમણે આધ્યાત્મિક સમતાના વિચારોથી સમાવી દીધી છે; એવા નવા બ્રાહ્મણો એટલે લોકસેવકોએ આ કાર્યક્રમને ઉપાડવાનું છે. તેમણે રચનાત્મક કાર્યકરને સંધ - પ્રાયોગિક સંધ તેમજ જુદાં જુદાં સંગઠને અને કાર્યવાહક-સહાયક સંગઠને ઊભા કરવાનાં છે. સાથે જ એ સંગઠનમાં તેમણે પારસ્પરિક સમન્વય અને મેળ બેસાડવાને છે અને તેમની આજીવિકાની ચિંતા દૂર કરવાની છે. આ ત્યારે જ બની શકે જ્યારે પિષણ પૂરતી આજીવિકા મળી શકે તેવા કાર્યક્રમ તેઓ યોજે, જનાઓ ઘડે, જનતા સમક્ષ મૂકે અને જનતા દ્વારા રાજ્ય સુધી તે જનાને પહોંચાડે તેમણે સહકારી પ્રવૃતિઓમાં ફરજ્યિાત બચતથી આર્થિક આધાર ઊભો કરવાનો છે અને સહકારી પ્રવૃત્તિઓ દ્વારા તેમણે આર્થિક વિષમતા ભટાડવાની છે, એટલું જ નહીં દશ ટકા જેટલી બચત કરતાં શીખવે જે આફત વખતે વીમાની ગરજ સારી શકે. તેમણે ખેટા ખરચા ઓછામાં ઓછા થાય તે જેવું પણ જરૂરી છે.
કદાચ પાકને વ્યાજબી ભાવ તેમને ન મળે તો પણ તેમણે એક આશ્વાસન તે રાખવાનું છે કે અમે એક્લા કે નેંધારા નથી, નૈતિક સંગઠને અમારી પડખે ઊભાં છે અને વિશ્વના ખેડૂત-મજૂર સંગઠને પણ અમારી પડખે બેઠાં છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય મજૂર સંધ (ઈન્દુક) સાથે અમારા સંગઠનને અનુબંધ છે અને તેને વડે અમારે અવાજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચાડવામાં આવશે અને એક દિવસ અમને જરૂર ન્યાય મળશે.
આમ અન્યાયની સામે પણ આ નૈતિક જન સંગઠનને અહિંસક રીતે લડતાં શીખવવાનું છે અને અહિંસક ઢબે ન્યાય મેળવવાની તાલીમ આપવાની છે. ગાંધીજીએ માલિકોને અન્યાય સામે મજુરને જેમ અહિંસક રીતે પદ્ધતિસર લડવાનું શીખવ્યું હતું તે ગાંધી માર્ગ દ્વારા ખેડૂત, ગોપાલકો અને આમ મજુરો (શ્રમિકો) પણ અહિંસક ઢબે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com