________________
૨૭૭
ભગવાન બુદ્ધે આનંદને એક ભિખારીને જ્ઞાન આપવા મોકલ્યો તેને દાખલો ઘણે જ જાણે છે. ભિખારી ભૂપે હતો એટલે આનંદની ધર્મશિક્ષા ઉપર તેનું ધ્યાન ન ચેટિયું. પણ બીજે દિવસે બુદ્ધ ગયા અને તેમણે તેના ભૂખનું નિવારણ પ્રથમ કર્યું અને તેને ધર્મોપદેશ પમાડશે. દેહદુ:ખ નિવારણને કાર્યક્રમ
એટલે દેહનાં દુઃખ દૂર કરવા એ પહેલો કાર્યક્રમ છે. એના ત્રણ ભાગ કરી શકાય. તે નીચે મુજબ છે –(૧) પાણીનું દુઃખ, (૨) ખોરાકનું દુઃખ (૩) અન્ન અને વસ્ત્ર તેમ જ નિવાસનું દુઃખ. - ભાલમાં પાણીનું દુઃખ હતું. એવો જ ત્રાસ રાજસ્થાનમાં પણ છે. આજે તે જે કે ભાલમાં પાઈપ લાઈન આવી છે. પણ તે વખતે પાણીને જે ત્રાસ હતા તેને દૂર કરવા માટે “ જલ સહાયક સમિતિ” રચવામાં આવી હતી અને તેના વડે તળાવ વગેરે ખેદાવવાનાં કાર્યો શરૂ થયાં પછી વિશેષ પ્રયત્નના અંતે મુંબઈ સરકારે પાઈપ લાઈન સ્વીકારી. - બીજું દુઃખ છે અનનું પઢાર લોકો અને અભાવે ટળવળે અને ઘેગ (એક જાતનું ખડધાન્ય) વીણીવીણુને લાવે છતાં ય અનાજ પૂરતું ન મળે. બીજાને ત્યાં વધારે ખાવાની સામગ્રી જોઈને મને અન્ન ઉપર રહ્યા કરે. અનશન (સંથાર) કરનારને બાદ કરતાં બધા ય લોકો અન્નની ચિંતા એક યા બીજી રીતે કરતા જ હોય છે. એ દુઃખ દૂર કરવા માટેનાં કાર્યક્રમો ભાલમાં પાયલટ પેજના વગેરે દ્વારા થઈ રહ્યા છે. અને દુષ્કાળ વખતે પૂ. મુનિશ્રી સંતબાલજીએ ભાલના લોકોને ભૂખનું દુઃખ નિવારવાને ખેડૂત મડળ દ્વારા પુરુષાર્થ કર્યો.
પાણું અને અન્ન પછીનું ત્રીજું દુઃખ છે રહેઠાણ તેમ જ વસ્ત્રનું. માણસને રહેઠાણ ન મળે તે તે શરદી, ગરમી, વરસાદ વગેરેથી રક્ષણ કેવી રીતે કરે ? વસ્ત્ર ન મળે તો સમાજમાં જીવે શી રીતે ? ટાઢ, તાપ કે વરસાદથી પિતાનું રક્ષણ કેવી રીતે કરી શકે? એટલે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com