________________
બહુ ખિન્ન અને દુઃખી હતી. તે એક દિવસ સ્વામી રામતીર્થ પાસે આવી. ઘૂંટણીએ પડીને નમસ્કાર કર્યા પછી તેણે કહ્યું: “હું આપનું નામ સાંભળીને આવી છું. આપ ઈશુ ખ્રિસ્તની જેમ પરમાનંદ આપનારા છે. એક દુખિયારી બાઈ તરીકે હું આપની પાસે એ પરમાનંદનો મંત્ર લેવા આવી છું.”
સ્વામીજીએ તેની બધી વાત સાંભળીને કહ્યું: “હું તને પરમાનંદ આપીશ! પણ તારે એનું મૂલ્ય ચૂકવવું પડશે!”
તે બાઈ બોલીઃ “પ્રભુ ! આપને જોઈએ તેટલું ધન હું આપીશ પણ મને તે મંત્ર આપો !”
સ્વામીજીએ કહ્યું : “મને જડદ્રવ્ય જોઈતું નથી. મને તે આત્માનું ધન (વિશ્વવાત્સલ્ય ) જોઈએ છે. એ આપવા તૈયાર છે !”
“શું એનાથી મને પુત્ર મળશે!” તે બાઈએ પૂછયું.
મળશે પણ તે ઔરસ (પિતાને) નહીં હોય ! એ જ તને પરમાનંદ આપનાર બની શકશે !” સ્વામીજીએ કહ્યું.
બાઈ બેલીઃ “આપ જે કહે તે હું કરવા તૈયાર છું.”
સ્વામીજીએ આશ્રમમાંથી એક સ્વસ્થ અને સુંદર હથ્થી બાળક વાવીને બાઈની આગળ મૂકતાં કહ્યું : “લ્યો! આ બાળકને ઉછેરજે ! વાત્સલ્ય રેડજો! એ તમને પરમાનંદ આપશે !”
હળી બાળકને જોઈને તે બાઈ મોઢું મચકોડવા લાગી. “પ્રેમ એ જ પ્રભુ છે !” એવા ઈશુવચનને અદ્વૈતવાદના રૂપે તેણે સ્વામી રામતીર્થના મુખે સાંભળ્યું હતું અને તે આનંદી થઈ હતી, તેને ક્ષોભ થવા લાગ્યો. તેણે કહ્યું: “એ મારાથી નહીં બની શકે ! હું ઉચ્ચ જાતિની આ હથ્થી બાળકને કેવી રીતે ઉછેરી શકું !”
આ ઉપરથી સમજી શકાય છે કે જ્યાં સુધી વિચારને આચારમાં મૂકવાની નિષ્ઠા ન કેળવવામાં આવે ત્યાં સુધી ઘણું બાધક તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com