________________
૨૨૬
બ્રહ્મચર્યના વિચાર ઉપર મક્કમતા વધે, માનવ સતત સંપર્કમાં આવે, અને મનને શુભ પ્રવૃત્તિઓમાં જોડવાની તક આપવામાં આવે તે બ્રહ્મચર્ય ટકાવવું સરળ થઈ પડે. બ્રહ્મચર્ય સાથે સતત શુભ પ્રવૃત્તિને મેળ બાંધવો જ રહ્યો. એક આદર્શ બ્રહ્મચારી
પંચાવન વર્ષના પ્રોફેસર ડે. સેલટીને મેં જોયેલા. કોઈએ તેમને પૂછ્યું : “લગ્ન કેમ કરતા નથી ?”
તેમણે જવાબ આપ્યો : “હજુ મને એ વિષે વિચાર કરવાને અવકાશ મળે જ નથી!” વિજ્ઞાનને તેમને વિષય અને દિવસ સુધી પગમાં પડયા રહે.
આજે તે શું શહેશે કે શું ગામડાં, બધેય વિચિત્ર વાતાવરણ છે. સંયમની વાતનું કોઈને લક્ષ જ નથી. એટલે એની ઊંડી સમજ વ્યાપક કરવી પડશે. ધર્મ, બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓ
શ્રી બળવંતભાઈ કહે : “વૈદિક ધર્મ કે જૈન ધર્મ, દરેક ધર્મમાં બ્રહ્મચર્યને મહિમા ગવાયો છે. ભારતમાં તો ચારિત્ર્ય અને બ્રહ્મચર્ય એ બને વસ્તુઓ ઉપર તે યુગયુગથી જોર આપવામાં આવ્યું છે. ગાંધીજીએ તે ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય પાઠ શીખડાવ્યો. ઋષિ દયાનંદજીમાં શરીરબળ, બુદ્ધિબળ અને જમ્બર હિંમત બ્રહ્મચર્યને લીધે જ હતાં. ભારતની નાડમાં આ વાત પડી છે. તે છતાં છેલ્લાં દોઢસો વર્ષમાં પરિસ્થિતિએ પલટે ખાધો છે.
ગામડાના અનૂભવે મેં જોયું કે પાંચ વર્ષના બાળકે ખરાબ રવાડે, બેટી આદતમાં ફસાતાં, નજરે પડે છે. ગામને ચેરે જુઓ, ધર્મસ્થળ જુઓ કે કારખાનાં જુએ લોકો બિભત્સ વાત કરતાં હોય છે. હું જ્યારે એમને ટેકો ત્યારે તેઓ મને હસીમાં ઉડાવતા. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com