________________
૨૭.
નીકળી પડ્યો. ધોળા લગીની ટિકીટમાં જ તે વપરાયો. ત્યાં એક મિત્રે અનાયાસે પાંચ રૂપિયા આપ્યા. હું ચલાળા - ગ. ધાબળામાં કપડાં વીંટેલાં એટલે ત્યાંના રાજકીય કાર્યકર વગેરે સર્વેએ મને હરિજન માની લીધે અને ધડે ન કર્યો. “હું હરિજન નથી !” એ કહેવાની જરૂર જ કેમ હોય ? ઉલટું હરિજનેની દશાને આ રીતે અનુભવ થતાં આનંદ મળે.
ત્યારે મારી સત્તાવીસ વર્ષની વય હશે. હું ખાદી કાર્યાલયમાં જોડાયો. ત્યારે રેંટિયો અને પુણે માંડ લઈ શકશે. એજ અરસામાં શુ. દશનું મ. એ. પેલા મિત્ર તરફથી મળ્યું. એટલે જરાક રાહત રહી. આમ પણ ખાદીમાં રેંટિયા પરથી થોડું વધ્યું હતું. તેવામાં પૃથ્વીસિંહજીએ અખાડે-કેપ ઘોઘામાં ખેલ્યો હતો. તેમાં હું દાખલ થયે.
ત્યારબાદ મુનિશ્રી સંતબાલજી મોરબીમાં આવ્યા. હું પણ ત્યાં ગયા. કુટુંબને સમાધાન મળ્યું. તે વખતે અમે અમદાવાદ આવ્યા. હું વૈદક શીખતો અને મારા પત્ની બાલમંદિરમાં જતાં; પણ ઘણીવાર બસમાં બેસવાના નાણું ન રહેતાં. આની ખબર પરિચિત મુનિઓને થતાં તેમણે એક શેઠિયાને ઘેર જૈન શિક્ષણના પંડિત તરીકે મને મૂકો.
મને એક દિવસ જ રાખી તેમણે રૂખસદ આપી. કારણ કે મેં પ્રથમ વ્રતનાં અતિચારોને ધરાવતા ગુમાસ્તાઓ ઉપર ત્રાસ ન ગુજારવાની વાત કરી હતી. એક બ્રહ્મક્ષત્રિયને ત્યાં બાળકને શિક્ષણ આપવાનું થયું ત્યાં તેમણે કહ્યું : “છોકરે રમતિયાળ છે એટલે શાળામાં એમના વતી સિફાર કરજે.”
મેં કહ્યું: “એ બરાબર નથી.” તે ટયૂશન બંધ થયું. ત્યાં ચાર ઓસડના સંશોધન માટે કોઈએ આવીને કામ સેપ્યું. પણ જેને ઘર રહે તે મને રાંક (ગરીબ) જ માને; કારણ કે હું માટીના જ વાસણને જ આગ્રહ રાખું. તેવામાં વીરચંદ પાનાચંદ શેઠ પૂછતા પૂછતા આવ્યા; અને જમ્યા પછી તેમણે કહ્યું “મકાન તમારું જ ગણે અને ભણે !” અને મકાન મળી ગયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com