________________
બીજાના ઉપયોગમાં લેવાનું સૂચવવામાં આવે છે. ખરું જોવા જઈએ તો મહાપરિગ્રહી લોકો સમાજમાં વિષમતા ફેલાવે છે. સમાજવ્યવસ્થાને ચૂંથી નાખે છે. અને નરકમાં જવાના અધિકારી બને તે પહેલાં આ જગતને નરક જેવું બનાવી દે છે. બીજી બાજુ સામ્યવાદી લોકો આવા પૈસાદારોને મારી મળીને, હિંસા દ્વારા આર્થિક વિષમતા દૂર કરવા પ્રયત્ન કરે છે. પણ તે સ્થાયી ઉકેલ નથી. એટલા માટે જ વિશ્વવાત્સલ્યમાં અહિંસા દ્વારા સ્વેચ્છાથી અને એક વ્યક્તિ સ્વેચ્છાથી ન સ્વીકારે તે સામુદાયિક રીતે માલિકી હક મર્યાદાની વાત કરવામાં આવી છે.
કોઈ ગરીબ કે કોઈ તવંગર કદિ એમ નથી ઈચ્છતો કે સમાજ વ્યવસ્થા બગડે, વિષમતાના કારણે હિંસા ફાટી નીકળે, અસતિષ અને સંઘર્ષ ચાલે! ધનિક જે પોતે ગરીબાઈમાં મૂકાઈ જાય તો તેને ખ્યાલ આવી શકે કે ગરીબના દુઃખ શું છે? માનસિક અશાંતિ શું છે? ગરી બેની લાચારી અને તેના કારણે અનીતિ તરફ જવાનું ખરૂં કારણ શું છે ! કોઈ પણ ધનવાનને પૂછશો તો તે પણ હૃદયથી એમ જ કહેશે કે “આ અનિષ્ટ ચાલવા નહીં જોઈએ. સમાજમાં સુખ અને શાંતિ જોઈએ.” તે આ વાતને સારી રીતે જાણુતા અને માનતે હવા છતાં સમાજમાં અશાંતિ, વિષમતા અને દુઃખના મૂળ કારણ માલિકી (પરિગ્રહ)ની વૃદ્ધિને દૂર કરી શકતા નથી; તેને સ્વેચ્છાએ છોડી શક્તિ નથી. સરકારી કાનૂન કે સામ્યવાદ દ્વારા પરાણે છોડવામાં હિંસા અને અનીતિના દે ઉદ્દભવે છે, એટલે જ સ્વેચ્છાએ ત્યાગ કરવાને ધર્મ, સમાજ અને રાજ્ય ત્રણે ઉત્તમ ગણે છે, જે સ્વેચ્છાએ ત્યાગ કરે છે તે ધર્મ ગણાય છે. તેથી તેના મનમાં પ્રસન્નતા અને શાંતિનો અનુભવ થાય છે અને સાથે જ સમાજમાં અનીતિ અને હિંસાના દેશો દૂર થાય છે, પેદા થતાં નથી. માલિકી હક મર્યાદાનું બીજું પાસું :
હવે માલિકી હક મર્યાદાનું એક બીજું પાસું છે. તે આપણે લઇએ. કેટલીવાર એવું બને છે કે એક વ્યક્તિ જાતે માલિકી કહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com