________________
૨૭૧
ભટ્ટે કહ્યું છે તેમ, તેણે પોતાની મર્યાદા સમજી લઈને સંસારમાં પડવું પડશે. નાનાભાઈ ભટ્ટે કહ્યું છે –“મોટે ભાગે તે બ્રહ્મચર્ય સહજ રીતે જે પાળી શકે તે જ સંસારી ગૃહસ્થાશ્રમી બની શકે છે. સંસાર પિોતે જ પરિગ્રહ છે. બ્રહ્મચર્યની સાથે જેમ અપરિગ્રહ સહજે આવશે તેમ અબ્રહ્મચર્ય સાથે પરિગ્રહ સહેજે આવશે.” * બાળક આવ્યું કે તરત ચૂસણિયું, સીસી, બેસણિયું, ચાલણગાડી, વગેરે જોઈશે. બાળક અમૂક ઉમ્મરનું ન થાય ત્યાં સુધી એને પિષણ પણ જોઇશે. અસંયમ કે અબ્રહ્મચર્ય માતા-પિતાનું અને સહેવાનું બાળકને તેમાં ન્યાય નથી. એ જ રીતે સંતાન ગર્ભમાં આવ્યાથી લઇને તે દૂધ પીતું રહે ત્યાં સુધી ગાળો ફરજિયાત રીતે સંયમને રાખવો ઘટે. આ બધું ગૃહસ્થાશ્રમી સેવકોએ સમજવું જોઈએ.
મેં રૂપિયા પચાસમાં ચલાવી લેવાનું એકવાર વિચારેલું. પણ મુ. નાનાભાઈના તેમજ બીજાના અનુભવ અને કથન ઉપરથી લાગ્યું કે પરિણીત સેવક એક વ્યકિત નથી. એ બેયે-પતિ-પત્નીએ મળીને વિચાર કરવો જોઈએ. નહીંતર વિપરીત પરિણામ આવવાને સંભવ રહે છે.
માણસને પુખ્ત થતાં વાર લાગે છે માટે કંઈક પણ પરિગ્રહ જરૂરી બનીને રહે છે, જેથી કુટુંબ-જીવનમાં ચિત્ત-કલેશ ન થવા પામે, પત્ની કંટાળીને હમેશા વિરોધ કરનાર માનસ તરફ ન ફંટાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. સાથે પતિની ધૂનોને માત્ર આંધળી રીતે વળગી જ રહે એટલે કે પતિના પૌરૂષ આગળ તે પામર પણ ન બનવી જોઈએ. વળી જે સમાજની આસપાસ જીવે છે, જે રીતે તેને ઉછેર અને અત્યાર લગીનો વિકાસ થયો છે તે તમામ બાબતો સેવકે જોવી જોઈએ. આ રીતે વિચારીને મેં શિક્ષક તરીકેના જીવનની પસંદગી કરી લીધી અને તે પણ પ્રાથમિક શિક્ષક તરીકેની. - તે વખતે પ્રાથમિક શિક્ષણના શિક્ષકને પિસ્તાલીસ રૂપિયાનું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com