________________
૨૬૯
બીજાનું શોષણ કરનારી બની જાય છે. ઘણીવાર ખોટી રીતે અંધવિશ્વાસ, કુટિઓ કે જમણવામાં આવી સંસ્થાઓના હિસાબ વગરના પૈસા વેડફાય છે. પણ બેટાં મૂલ્ય નિવારી સાચાં મૂલ્ય સ્થાપવામાં, ગરીબ કે મધ્યમવર્ગના ભાઈઓને સ્વમાનભેર રેટી-રોજી મળે, એવા સકાર્યોમાં કે ક્રાંતિના સારા કાર્યોમાં પૈસા ખર્ચાતા નથી.
ઘણીવાર એવું બને છે કે સંસ્થા માટે કેટલી રકમ રાખવી એની મર્યાદા અંગે કશો વિચાર કરવામાં આવતા નથી અને મૂડી વધવા લાગે છે. એટલે સંસ્થાના કાર્યકરોને પણ લાભ થતું જાય છે. એટલા માટે સંસ્થાની પણ માલિકી હક મર્યાદા હેવી જોઈએ. વ્યક્તિ સંસ્થા અને સમાજથી વધીને પ્રાંત અને રાષ્ટ્રની પણ માલિકી હકમર્યાદા હેવી જોઈએ. રશિયા જેવા સામ્યવાદી દેશોમાં મકાન, મિલકત, ધધે એ બધાં ખાનગી માલિકીનાં હતાં નથી, તેના ઉપર રાષ્ટ્રની માલિકી ગણાય છે. આવાં રાષ્ટ્ર માં બીજા રાષ્ટ્ર ઉપર પ્રભુત્વ જમાવવાનું વિશેષ જોવામાં આવે છે અને તે માટે માનવહિત માટે ઉપયોગી નહીં એવાં; અનેક માર્ગોમાં-અણુબમ, મેગાટનબમ, લડાયક શસ્ત્રો-સાધનો-સૈનિકે પાછળ અનાપસનાપ પસા ખર્ચાય છે. આ અંગે પ્રજાને ભય તેમજ બીજાં સુરક્ષાનાં કારણો બતાવીને, દબાવેલી રખાય છે. તેમનું વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય ઝૂંટવી લેવામાં આવે છે અને સરકાર ખોટે ભાગે જતી હોય તે પણ, પ્રજા તેને ચેતવી શકતી પણ નથી.
જેમ હિંદુ કુટુંબમાં પત્ની પાસે આર્થિક અધિકાર ન હોઈને, તે પતિની વિરૂદ્ધ કંઈપણ બોલી શકતી નથી, સ્વતંત્ર રીતે કંઈપણ કરી શકતી નથી; એવી જ રીતે લોકશાહી પદ્ધતિથી ચાલતા ઘણું દેશમાં સરકાર બધાય ક્ષેત્રેથી સત્તા પિતાના હાથમાં રાખે છે અને એમાં ક્ષેત્ર મર્યાદા કરતી નથી; તે રાષ્ટ્ર વિકાસ અને વ્યવસ્થાની નજરે ઘાતક છે. કારણકે એવા રાષ્ટ્રોને ભારે કરવેરા પ્રજા ઉપર નાખવા પડે છે, શરાબ, તંબાકુ, ચા, માંસ, મત્સ્ય ઉદ્યોગ જેવા હિંસક અને ઘાતક ધંધાને ઉત્તેજન આપવું પડે છે અને એટલું જ નહીં તે કયાંયે એકસાઈ રાખી શકતી નથી. પરિણામે રાષ્ટ્રીય યોજનાઓની પાછળ ખર્ચાતા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com