________________
૨૬૮
અને તેથી કરીને, તેનાથી ઉત્પન્ન થતાં અનિષ્ટ સમાજમાંથી આછાં થઈ શકે.
વ્યવસાય મર્યાદામાં, લાંચરૂશ્વતના ત્યાગ, અનીતિ ત્યાગ, પ્રામાણિક વ્યવસાય, રાષ્ટ્ર કે સમાજને ધાતક માદક વસ્તુએ, સટ્ટો, વ્યાજ, વ્યભિચાર અને જુગારના અડ્ડા વગેરે – ધંધાઓને! ત્યાગ આવી જાય છે. આજે કાનના ધંધાઓના નવેસરથી વિચાર કરવાની છે. તેમાં રાષ્ટ્ર, સમાજ અને પંચેન્દ્રિયને ઘાતક બધા ધંધા છેડવાના વિચાર આવી જાય છે.
-
-
વ્યાજ – ત્યાગ ઉપવ્રતમાં વ્યાજકૃતિ કે વ્યાજના ધંધાને ત્યાગ સમજવે જોઇ એ. આ વ્યાજના ધંધા એટલે મૂડીના સ્વીકૃત પુરસ્કાર વિનિમય કરતાં શેાણુની દૃષ્ટિએ વધારે અને ચક્રવર્તી વ્યાજ લેવાય છે તે તરફ નિર્દેશ છે. આજે સુરક્ષાની દૃષ્ટિએ બેંકમાં કે શાહુકાર પાસે નાણાં મૂકતાં કે લેતાં જે સ્વીકૃત અને માન્ય વ્યાજ આપવુ પડે છે તેના આમાં સબંધ નથી. પણ બીજાની ગરજ કે લાચારીના ભાગે રૂપિયાના બમણા કે એથી વધારે; વ્યાજ વડે કરવા–એને આમાં સમાવેશ થાય છે. . વ્યસન – ત્યાગ ઉપવ્રત પણ માલિકી હક્ક મર્યાદાને પેાષનારૂ છે. ઘણીવાર નકામી મૂડીના હેતુ વ્યસન જ હોય છે. એવું પાલન પણ સામાજિક દૃષ્ટિએ થાય તા સમાજમાં વ્યસના આછાં થાય અને ખાટા ખર્ચાઓ પણ ઘટે. એનાથી સાદાઇ અને સંયમ આવે અને એના પગલે માલિકી હક્કની મર્યાદા આવે.
માલિકી હક્ક મર્યાદાનું લખાતુ ક્ષેત્ર:
જેમ વ્યકિત અને સમાજ માટે માલિકી હક્ક મર્યાદાના વિચાર કરવામાં આવે છે તેમ સંસ્થાઓ માટે પણ આના વિચાર કરવા જોઇએ. કેટલીકવાર સારી એવી ગણાતી રચનાત્મક કે ધાર્મિક સંસ્થાઓમાં જરૂર કરતાં વધારે મૂડી ભેગી થઇ જાય છે. તેમાં પછી ગોટાળા ચાલે છે. જેને રકમની જરૂર હોય તેને મળતી નથી અને ઉંચા વ્યાજે મૂડી મૂકીને વ્યાજ લેવામાં આવે છે. આમ સંસ્થાએ ધંધાદારી બનીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com