________________
ર૭૩
ન ઈચ્છે પણ દિકરીને પરણાવવાની હોય તે એને કંઈને કંઈ આપવાને વિચાર સહેજે આવે. એવી જ રીતે બાળકો માટે ઘરને વિચાર આવે.
ત્યાં ખેડૂતોએ દશ વીઘાની વાડી આપી. મેં કહ્યું: “હું ખેડૂત રૂપે ધંધાદારી બની શકું નહીં. એટલે એ સંસ્થાની રહેશે. મકાન પણ બાળકોને રહેવા માટે, વેચવા માટે નહીં.”
ટુંકમાં મકાન વેચવાની કે ભાડે આપવાની પ્રક્રિયા નહીં. વ્યાજ વટાવને ધ નહીં. કમાવા માટે ફાંફાં મારવાના નહી; આમ જે કુદરત નિર્ભરતાને મુખ્ય રાખવા છતાં પિતાની કક્ષા પ્રમાણે ઓછું લેવું અને વધુ આપવું એ રીતે પ્રમાણિક ધંધામાંથી આજીવિકા મેળવે અથવા એવો જ પ્રામાણિક સેવા-વ્યવસાય પસંદ કરી, પોતાની જાતને આ રીતે જોડે તે કશા પણ વ્રત-પચ્છખાણ કે ત્યાગના નિયમના ભાર વિના માલિકી હક મર્યાદા આવી રહે છે.
આ મારો જાત અનુભવ મેં કહ્યો છે. એવી જ રીતે સૌ પિતપિતાની મર્યાદા વિચારી લે એટલું જ વિનમ્ર સૂચન છે. પરિગ્રહી વૃત્તિને ઇતિહાસ:
શ્રી પૂંજાભાઈએ સંધરો-પરિગ્રહ કેમ કે તેને ઇતિહાસ રજૂ કરતાં કહ્યું –
“એવું લાગે છે કે પ્રથમ માનવી કુદરત પર જ જીવતે હશે. પણ, કુદરતમાં ખાડા – ટેકરા આવ્યા, દુકાળ વગેરે આવ્યા અને શ્રદ્ધા ઢીલી પડી ગઈ. બીજી બાજુ સાથની તા સ્ત્રી – પુરૂષને જરૂર હતી, છે અને રહેવાની પણ કાયમ સાથે રહી સાધના કરતાં વિકાર વાસના સામે નરનારીએ ઘણું બંધો ખેડતાં, બન્નેમાંથી એક કે બન્ને હાર્યા હેવા જોઈએ. તેમાંથી લગ્ન સંસ્થાને જન્મ અને વિકાસ થયો.
૧૮ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com