________________
ન ગયું. મોટર આગળ નીકળી ગઈ પણ શેઠે કંઇક જોયું અને મેટરને અટકાવી પાછી વાળી. પિલા ગરીબને થયું કે આવડા મોટા શેઠના હૃદયમાં કેટલી દયા છે કે કારને પાછી વાળી મને દાન દેવા આવ્યા છે. પણ તેને ભ્રમ ભાંગી ગયો. તેનાથી થોડે દૂર એક રૂપિયો પડ્યો હતો. શેઠનું તે તરફ ધ્યાન ગયેલું. તેમણે એ રૂપિયા ઉપાશે અને ગજવામાં નાખીને ચાલતી પકડી. તે જોઈને એક લેખકે પ્રસંગને વર્ણવતાં અંતે લખ્યું છે –“માણસ કરતાં સિકકાનું મહત્વ પૈસાદારને વધારે છે.” ધન ઉપર ધર્મ અને મર્યાદાને અંકુશ :
- જ્યારથી ધન, ધર્મ અને મર્યાદાના અંકુશમાં નથી રહ્યું, ત્યારથી, લેક સમાજમાં વિષમતા પ્રસરવા લાગી છે. એટલા માટે જૈન શાસ્ત્રકારોએ પરિગ્રહ પરિમાણ વ્રતના સંપૂર્ણ પાલન માટે, છ દિશાની મર્યાદાનું વ્રત ઉપભોગ-પરિભેગ અને આજીવિકા મર્યાદા વ્રત અને માનવને ન શોભે તેવા વેપાર-કર્મો ન કરવાનું ફરમાન, યથાસભાગવત અને અનર્થદંડ વિરમણ વ્રતે પણ જયાં છે. આનું એક જ ધ્યેય છે કે કોઈ પણ પ્રકારે માનવી પિતાના માલિકી હક ઉપર અંકુશ રાખે-મર્યાદા કરે. એટલા માટે. ગાંધીજીએ પણ સ્વદેશીવ્રત, શરીરશ્રમ વગેરે વ્રત બતાવ્યાં છે. એજ પરિપાટીએ વિશ્વ વાત્સલ્ય માલિકી હક મર્યાદાવ્રત કહ્યું છે અને તેના ત્રણ ઉપવતે જ્યાં છે –(૧) વ્યવસાય મર્યાદા (૨) વ્યાજનો ધંધો કે તેની વૃત્તિને ત્યાગ અને (૩) વ્યસન ત્યાગ. આજે જે કંઈ કહેવું છે તે ગૂઢાર્થ કહેવાથી લોકો પોતપોતાના અર્થે લે છે અને પિતાની શિથિલતા દૂર કરવા માટે તેને પિતાની રીતે ઘટાડે છે. એટલા માટે જ સ્પષ્ટ પણે શબ્દ પ્રમાણે ભાવ નીકળે તેને અનુરૂપ
માલિકી હક-મર્યાદા' કરવાનું કહેવામાં આવ્યું છે. મહાપરિગ્રહને તદંતર નિષેધ –
માણસે પિતાની તેમજ સમાજની ભલાઈ માટે પોતાના પરિગ્રહ ઉપર અંકુશ મૂકવો જોઈએ. એવું જગતનાં વિશાળ હિત માટે આવશ્યક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com