________________
૨૫૮
સાચી લાગે છે.” તેમણે લાવનાર તરફ જોયું અને ઓળખી કા કે તે એમના મિત્રને દીકરો છે. તેની આવી હાલત જોઈને શેઠને થાય છે કે આ બીચારાની આવી પડતી દશા થઈ છતાં મેં તેના તરફ ધ્યાન ન આપ્યું, અને તે આ પરિણામ આવ્યું એટલે હવે મારે બાજી સુધારી લેવી જોઈએ!
તેમણે જિનપાળને કહ્યું : “તમે હાર ગિરો રાખ્યા વગર પણ આ દશ હજાર રૂપિયા લઈ જાવ !' ' પણ જિન પાળે કહ્યું કે “ના મારે હાર ગિરે રાખવે જ છે એટલે શેઠે હાર રાખીને દશહજાર રૂપિયા આપ્યા; તેમણે એક શબ્દ પણ ન કહ્યો. તેના ગયા બાદ પોતે ધ્યાન ન રાખ્યું તે અંગે તેમને પસ્તા થશે.
જિનપાળે તે દશહજારમાંથી ધંધો શરૂ કર્યો. આ વખતે તેને સારી પેઠે કમાણ થઈ. એટલે તેણે રૂપિયા પાછી કરવાનું નકકી કર્યું. - તે એક દિવસ વ્યાજ અને મૂડી લઈને શેઠની દુકાને ગયો અને
સ્કમ ચૂકતે કરી દઉં છું” એમ કહ્યું. શેઠે વ્યાજના પૈસા ન લીધા અને તેમણે ગિરો રાખેલ હાર પાડે આપવા માંડ્યો.
ત્યારે જિનપાળે કહ્યું : “શેઠજી ! આ હાર તે આપને છે, મેં લાચારીથી આ હાર ચેર્યો હતો. આપે તે જોઈને પણ મારા પ્રતિ અવિશ્વાસ ન પ્રગટ કર્યો એનું જ આ પરિણામ છે, કે હું આજે પગભર થઈ શકો છું. મારી પાસે મૂડી પણ થઈ ગઈ છે, એટલે આપે વ્યાજ તે લેવું જ જોઈશે !” - શેઠ કહે: “આ હાર મારે રહ્યો નથી. મારે એક ભાઈ લાચારીએ આવું કૃત્ય કરવા પ્રેરાય, એમાં મારો જ મુખ્ય વાંક છે. એના પ્રાયશ્ચિત રૂપે આ હાર હું તમને આપું છું. આ તમારો જ છે એમ માનજે. બંધુઓ પાસે વ્યાજ લેવાય નહીં!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com