________________
૨૫૭
પતિએ વિચાર કર્યો કે જિનદાસ શેઠ સામાયિક કરવા જાય ત્યારે તેમને સોનામહોરને હાર ચોરી લઉં તો રે હાલધડીએ એના રૂપિયા પેદા કરી ધધો કરું અને મૂડી થતાં વ્યાજ સાથે પાછો આપી દઈશ તે એમાં જિનદાસ શેઠને કઈ પણ નુકશાન નહીં થાય; મારૂં પણ કામ બની જશે. સરોવરમાંથી એક ટીપું ઓછું થયું તેયે શું ? કોને ખબર પડશે ?
ઇચ્છા ન હોવા છતાં પરિસ્થિતિના કારણે લાચાર બનીને જિનપાળ ન કરવાનું કરવા માટે પ્રેરાયો ને ઉપાશ્રયે ગયો. તેણે જિનદાસ શેઠને ઉપાશ્રયમાં જતા, ડગલો ઉતારતા અને સેનામહોરને હાર મૂક્તા જોયા. શેઠ સામાયિક કરવા માટે ગયા. જિનપાળનું હૃદય ધડકવા લાગ્યું. તે અચકાતા મને, ડગલાં ભરત ભરતો ડગલો હતો તે જગ્યાએ . આસપાસ જોયું તે કઈ ન હતું. ગલામાં હાથ નાખ્યો અને હાર કાઢીને પિતાના કપડામાં છુપાવીને જિનપાળ ઘરે આવ્યો. પનીને હાર કાઢીને દેખાડો. પત્નીને તેથી દુઃખ થાય છે પણ તે જિનદાસને ત્યાં હાર ગિરો રાખવાની તેને સલાહ આપે છે. જિનપાળનું હૃદય માનતું ન હતું. તે છતાં તે જે થાય તે ખરૂ. એવા વિચાર કરીને જિનદાસ શેઠને ત્યાં જવા માટે ઉપડે.
જિનદાસ શેઠ સામાયિક પૂરું થતાં કપડાં પહેરે છે. હાર માટે ખિસ્સામાં હાથ નાખે છે તો તે ન મળે ! બહુ જ તપાસ કરી કે કયાંક આડા-અવળે મૂકાયો હોય તે મળી જાય, પણ હોય તો મળેને? ઘરે આવીને પૂછપરછ કરી પણ હારને પત્તો ન લાગ્યો. હાર ક્યાં ગયે હશે એવા વિચારમાં શેઠજી બેઠા હતા કે જિનપાળ ત્યાં આવ્યું અને હાર ગિર મૂકવાની તેણે વાત કરી. હાર જોતાં જ શેઠને થયું કે “આ હાર તે મારા તે છતાં તેમણે ઉડે વિચાર કર્યો કે “આને ચોરનાર અને ફરી મારે જ ત્યાં આવીને ગિરો મૂકવા આવનારે ગરીબીના કારણે ભલે અકૃત્ય કર્યું હોય પણ તેની નિt ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com