________________
ર૫૬
ત્યારે જ થઈ શકે જ્યારે પિતાને સંપત્તિને માલિક નહીં, પણ ટ્રસ્ટી ગણે. તે તેને સંપત્તિને મોહ નહીં રહે; મમત્વ બુદ્ધિએ સંગ્રહ કરવાનું મન નહીં થાય, અન્યાય તેમજ અનીતિથી સંપત્તિ કમાવાની ધૂન નહીં લાગે અને જે કમાશે તેમાં સમાજને ભાગ છે, એમ સમજીને જ્યારે પણ ગામમાં, નગરમાં કે સમાજમાં કેઈ ભાઈને દુઃખી જશે, ખરાબ હાલતમાં જશે, બેકાર જશે, તે તેને મદદ કરવાની ભાવના આપોઆપ તેનામાં જાગશે. ભૂખે કે દુઃખી માણસ અનીતિને રસ્તે ન ચડે, તે ચોરી ન કરે તેની તે તકેદારી રાખશે. તેમજ તેવા માણસને અનીતિને રસ્તે ચડવું પડે છે તેમાં પોતાની જાતને તે જવાબદાર ગણશે; અને તેને ન્યાય-નીતિના રસ્તે લાવવા બધું કરી છૂટવા પ્રેરાશે.
જૂના વખતમાં પૈસાદાર માણસો, પૈસાને સમાજની મૂડી સમજતા અને જ્યારે-જ્યારે દુષ્કાળ કે અમુક કપરા પ્રસંગો આવ્યા ત્યારે–ત્યારે તેમણે અનાજ તથા ધનના ભંડાર ખુલ્લાં મૂકી દીધેલાં. ખીમે દેદરાણું અને ભામાશા, વસ્તુપાળ-તેજપાળ કે જગડુશાહના જીવન પ્રસંગોમાં એ વાતે મળે છે. એટલું જ નહીં, જેમણે એ વખતે ભૂલ કરી સમાજ વાત્સલ્યથી જેઓ ચૂક્યા તેમણે પાછળથી પસ્તાવો કર્યો અને વળતર આપ્યું. આને એક દાખલો નીચે મુજબ અત્યંત ઉચ્ચ આદર્શથી પ્રેરાયેલો છે.
ધારાનગરીમાં જિનદાસ નામે શ્રાવક રહેતા હતા. ધનવાન હતા પણ લોભી વૃત્તિ ખરી. એટલે કોઈ ગરીબ કે દુઃખી ભાઈને જોઈને તરત મદદ કરવાનું સૂઝે નહીં. તેજ નગરમાં જિનપાળ નામને એક ગરીબ શ્રાવક પણ રહેતો હતો. તેના બાપની જાહેરજલાલી હતી અને નિદાસ શેઠ સાથે બનતું પણ સારૂં. બાપના મરણ બાદ જિન પાળની હાલત બગડતી ગઈ અને અંતે એટલે હદ સુધી થળી ગઈ કે તેમના ઘરે ત્રણ દિવસના લાંબા થયા. પતિ પત્ની વિચારમાં પડ્યા કે શું કરવું? તેમને જિનદાસ શેઠ યાદ આવ્યા. તેઓ મદદ કરે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com