________________
૨૩૦
સત્ય શ્રદ્ધામાં બહારથી નિષ્ફરતાને લીધે તેડવાની વૃત્તિ દેખાય એ બની શકે, પણ ખરું જોતાં સામી વ્યક્તિના અંતરને જોડવાની દૃષ્ટિ એમાં પડેલી હોય છે. સત્યશ્રદ્ધામાં પિતે મક્કમતા દાખવીને બીજાને પણ તેજ તરફ આણવાની વૃત્તિ હોય છે અને આત્મીયભાવ પિતાપણાને ભાવ ન હોય તે તે નજ બની શકે. ઘણુ વિચારક-સાધકો એમ સમજી જાય છે કે સત્યશ્રદ્ધામાં જે પોતાનાથી માન્યતામાં જરાક જુદે પડ્યો, એની સાથે સંબંધ તેડવાની કે એની સાથે અલગતા સેવવાની વાત છે. ખરું જોતાં એવું છે જ નહીં જ્યારે સત્ય માટે કોઈ પણ આગ્રહ સેવે છે ત્યારે તેના દિલમાં સતત બીજાના ભલાનું ભાન હોય છે. એને લાગે છે કે પેલી વ્યક્તિ જૂઠું બોલે છે. એ એના તથા સમાજના હિતમાં ખરાબ છે માટે મારે એને સત્ય બતાવવું જોઈએ ! આવી આત્મહિતની લાગણી ત્યાં સતત પિતાપણું સાંધતી હેય છે.
ખરૂં જેવા જતાં સત્યના અલગ અલગ પાસાંઓ છે. આપણે સમજીએ અને માનીએ તેટલું જ સત્ય છે, તે સિવાયનું બધું જ મિથ્યા એમ માનવું વધારે પડતું છે. એટલા માટે જન ધમેં સત્યને ઓળખવા અનેકાંતની વાત કરી છે. અનેકાંતવાદને અર્થ એ જ છે કે બીજાના દૃષ્ટિકોણ પણ જુઓ અને તેને સમજીને તે સત્યને પણ આદર આપે. બીજાના વિચારો પિતાનાથી વિરૂદ્ધ છે માટે ખરાબ છે એમ કહીને તેને ફેંકી ન દેવાય તેની સાથે સહાનુભૂતિ રાખી ઊંડાણથી વિચારવામાં આવે અને પછી તે સત્ય-સર્વહિતકારી ન લાગતું હોય તો તેને મૂકી શકાય છે. પૂર્ણસત્ય દરેક માણસની પકડમાં આવતું નથી. સત્યના એક કે અનેક અંશને પકડીને તે બીજા અંશને તરછોડી દેતા હોય છે. એ બરાબર નથી, ત્યાં જ તે મિથ્યા-દષ્ટિ બની જાય છે.
અનેકાંતવાદમાં સાત આંધળાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એક વખત સાત આંધળા એક હાથીને તપાસવા લાગ્યા કે હાથી કે છે? એ કે હેય તેની એમને ખબર નહતી. એકે કહ્યું “હાથી તે કાઠી જેવડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com