________________
૨૩૫
કારણ છે, એ જરૂર વિચારણુય પ્રશ્ન છે. એટલું જ નહીં આજે આ બધા ધર્મના અનુયાયીઓ ખાસ–પડેશમાં રહેવા છતાં, તેઓમાં એક-- બીજાની સાથે સ્નેહભાવ, એકબીજાના ધર્મ પ્રતિ જિજ્ઞાસા કે આદરભાવ દેખાતા નથી. ઊલટું, ખંડન-મંડન, દ્વેષ-ઘણાની ભાવના એ લોકોમાં
એકબીજા પ્રત્યે હેય છે. આથી સત્યમાં–(સર્વ ભૂત હિત તવમાં ) પણ અસત્યને પ્રવેશ થાય છે. એમાં બીજા ધર્મોના તને જાણ્યા. વગર, વિચાર્યા વગર, માત્ર ઉપલક ક્રિયાકાંડે જોઈને નિર્ણય બાંધવામાં આવે છે કે અમારા ધર્મ સિવાય બીજા બધા ધર્મો ખોટા છે; કાંઈપણ સત્ય કે તથ્ય તેમાં નથી. આ સત્યના આગ્રહીની રીત નથી; એ તો સત્ય વ્રતમાં દેષ છે.
એટલે આ બધે ઠેષ કે ખંડન અથવા મમત્વ કે મંડન દૂર કરવા માટે એક જ ઉપાય છે કે દરેક ધર્મને તેની સ્થાપનાના કાળ, લોકપરિસ્થિતિ તેમજ લોકમાનસને નજર આગળ રાખીને જેવા જોઈએ. જગતના બધા ધર્મો માનવસમાજની ભલાઈ માટે આવ્યા છે. લોકોના દુઃખને દૂર કરવાની ચિકિત્સા જેવું જ તેમનું નિદાન છે. એટલે ગમે તે પદ્ધતિથી-ધર્મવિચારણા અને વિધિથી દુઃખ દૂર કરવાની ચિકિત્સા થઈને રોગ મટવો જોઈએ અને દે નાબૂદ થવા જોઈએ.
જે કોઈ ડેટર એવો દાવો કરે કે કેવળ મારી દવાથી જ રોગ, મટશે, અથવા દર્દી એમ માની બેસે કે અમુક ડકટરની દવાથી રેગ. મટશે અને બીજા ડોકટરની દવાથી નહીં મટે; તો એ વસ્તુ બરાબર નથી.
એક ગામમાં એક માણસ બહુ જ માંદે રહેતા હતા. ત્યાં એક ડેકટરને તેડવામાં આવ્યો પણ તેના ઇલાજથી દર્દી સારો ન થયો. એટલે એક પ્રાકૃતિક ચિકિત્સક વેધને, એક એલોપથિક ડેકટરને, એક હોમિયોપેથિક ડોકટરને એક બાયોકેમિક ડોકટરને, એક યુનાની હકીમને –આમ દવાના પ્રખ્યાત નિષ્ણાતોને તેડાવવામાં આવ્યા.
તે બધા આવ્યા. રોગીને તપાસ્યા પછી સહુ પિત પિતાની ચિકિત્સા પદ્ધતિની પ્રશંસા કરવા લાગ્યા; અને એક બીજાની નિંદા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com