________________
૨૩૦
લોકમાનસમાં રહેલી ટૂંકી દૃષ્ટિ જ આવા ભેદભાવો ઊભા કરે છે. પછી પિતાના મનથી બીજે જરાક વિરૂદ્ધ જતો હોય તે તેની નિંદા અને વગેવણ શરૂ થાય છે. આનાથી જે બીજે દોષ પ્રવેશે છે તે દેશદષ્ટિ અને નિંદાશોખીને ધીમે ધીમે તે વિકસીને અતિશયોક્તિ સુધી પહોંચે છે અને પછી તે સીમા-ઉલ્લંધન દરેક સ્થળે કરે છે. આના કારણે સત્યશ્રદ્ધા વ્રતમાં દેષ અતિચાર પ્રવેશે છે.
ગાળ, નિંદા, ધૂણું, દ્વેષ એ બધાં અસત્યનાં ઉદ્દભવ સ્થાને છે. એવી જ રીતે આત્મપ્રશંસા, શેખી અતિશયોક્તિ એ પણ અસત્પાદક છે. એટલા માટે જ નિંદા-પ્રશંસા પરિહાર નામનું ઉપવત સત્ય-શ્રદ્ધાવત સાથે રાખવામાં આવ્યું છે.
પિતાની સાથે કોઈને મત ન મળતું હોય તો તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ મતને આશય સારે છે કે ખરાબ એ પણ સમજવાનો પ્રયાસ કરે જોઈએ અને આશય જેવો લાગતો હોય તેનું નમ્ર પ્રતિપાદન કરવું જોઈએ. આમ છતાં પણ જે કોઈ આપણું ધ્યાન તેના મૂળભૂત સત્ય તરફ દોરે અને એની અનુભૂતિ થાય છે તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. આમ ન થાય તે મતમતાંતરોમાંથી મોટા ઝઘડા ઊભા થતા જોવામાં આવે છે.
એક દાખલો લઈએ. એક વખતે એક દેશના રાજાને ખબર મળ્યા કે બીજા દેશને રાજા તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે. રાજાને આ ખબર મળતાં જ તેણે શું કરવું જોઈએ તે અંગે એક સભા બોલાવી અને સભાસદોની રાય માંગી: શત્રુથી રાજ્ય રક્ષા કરવા માટે આપણે શું કરવું જોઈએ, તે કહે !
આ સાંભળી એક એજિનીયરે આગળ આવીને કહ્યું: “નગરની ચોમેર ફરતી એક ખાઈ બોદાવી અને તેના કિનારે એક સળંગ જાડી ભીત ચણાવી દેવી જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com