________________
શ્રીરામ કહે છે: “માતા કે તમે બહુજ સારું કર્યું છે. હું જે ઈચ્છતે હતા એજ તમે માંગ્યું છે. હું પોતે વિચારતા હતા કે ભરતને રાજગાદી શા માટે ન મળવી જોઈએ? રઘુવંશમાં મોટા દીકરાને રાજગાદી મળે એ બરાબર નથી. તે એ વિષે તમે ઠીક કર્યું છે. વનવાસની વાત પણ મારા હિતની કહી છે. વનમાં રહીને હું કુદરતને આનંદ મેળવી શકીશ. ઋષિ, મુનિ તેમજ આરણ્યકોને મળીશ એ પણ મે લાભ થશે ! - શ્રીરામે કૈકેયીના વચનેમાંથી આમ સારે ભાવજ તારવ્યો. માતા કૌશલ્યા પાસે જઈને, રામે નમીને આ વાત કરી. ત્યારે તેમણે પણ એજ કહ્યું: “જે માતાપિતાની એવી આજ્ઞા હોય તે તારે તેનું પાલન કરવું જ જોઈએ. તું એમજ કર !” કૌશલ્યાએ એમ ન કહ્યું કે તે ખોટું છે અથવા તારે માટે વનવાશ શા માટે ? - આ વસ્તુ ખૂબજ સમજવા જેવી છે. જે અવળી વાતમાંથી સારો ભાવ તારવવામાં આવે તે સત્યશ્રદ્ધાની પુષ્ટિ થઈ શકે. કદાચ સત્યાર્થી સાધકને કેટલીકવાર પોતાને ન સમજાય અને તે મિથ્થા વસ્તુને પણ સત્ય માની બેસે; પણ જ્ઞાની પુરુષે કહે છે કે જે તે અનાગ્રહી હોય તો તેના માટે તે સમ્યક્ જ છે.
: આચારાંગ સૂત્રમાં કહ્યું છે – - 'समयत्ति मन्नमाणस्स समिया वा असमिया वा समिया ज्ञेइत्ति उहाए'
–એટલે કે એક સત્યાર્થી સાધક જે વસ્તુને સમ્યક્ (સત્ય) સમજી રહ્યો છે તે કદાચ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં મિથ્યા હોય તે છતાં, જે સત્યાર્થીને અનાગ્રેહુ હેય તે તેને કોઈ સાચી વસ્તુ સમજાવે અને તેના ગળે ઊતરી જાય અને તે બેટી વસ્તુને છોડવા તૈયાર હેય તે સાધક સમ્યફષ્ટિવાળે છે. તેની તે વસ્તુ સમ્યક છે કારણ કે તેને તે સરળ ભાવે ગ્રહણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com