________________
૨૩૮
જુદા જુદા સંપ્રદાય પણ એકબીજાને ઉતારી પાડતા હોય છે. એ બરાબર નથી. એથી સત્યશ્રદ્ધાવતમાં દોષ આવે છે.
દરરોજની વિધવાત્સલ્યની પ્રાર્થનામાં કહેવામાં આવે છે – “દેવેશના શિષ્ટાચારે વિકાસ માટે નહિ નડતા.”
દેશના કે વેશના કોઈ પણ શિષ્ટાચારે વિકાસને બાધક ન બની શકે; એમાં જે સત્ય છે તેના ઉપર શ્રદ્ધા રાખવી. પણ તે તદ્દન બેટાં છે એમ વગર વિચારે કહી દેવું એ ખોટું છે. એમાંથી જે સિદ્ધાંતમાં બાધક હેય તે અંગે વાંધો હોઈ શકે, પણ સિદ્ધાંતમાં બાધક ન હોય અને કેવળ પૂર્વગ્રહથી પ્રેરાઈને એ આચાર-વિચારને ખાટા કહેવા એ સત્યશ્રધ્ધામાં બાધક છે. જે એ આચાર-વિચાર સર્વ હિતકારી-સત્યમય ન હય, સામાજિક વિકાસમાં અવરોધક હેય, ઘાતક હેય, દંભવર્ધક હોય કે અનિષ્ટકારક હોય છે તેમાં જરૂર સુધારા-વધારે સૂચવી શકાય, કહી શકાય કે તેને સમૂળું બદલાવી શકાય.
સત્ય-શ્રદ્ધામાંથી બીજી એક વસ્તુ એ સૂચિત થાય છે કે ઉપરના ખાને ન જોવું. પણ અંતરનું તત્ત્વ જે સત્ય હોય તેને જેવું. ઘણી વાર એવું બને છે કે અમૂક ધર્મો, દેશ અને વેશોના ઉપરના બેખાને જોઈને તેના તરફ લોકો ઘણું કરવા માંડે છે અને તેને ખોટું બતાવવા લાગી જાય છે. એના હાઈ–અંતરમાં રહેલ સત્ય કે તત્વ જોતાં નથી. એક હિંદુ માતામાં જે વાત્સલ્ય છે, તે જ વાત્સલ્ય ભાવ મુસ્લિમ, હરિજન, કે ઈસાઈ માતામાં પણ હોય છે. પણ મુસ્લિમ કે હરિજન માતાને જોઈને ધૃણુ તિરસ્કાર કરે છે કે એની સાથે સંપર્ક રાખવામાં નાનમ સમજે છે. આ સત્યશ્રદ્ધામાં કચાશ છે.
- શું સત્ય, અહિંસા, વાત્સલ્ય. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર કોઈ એકની છાપ કે મહોર લાગેલી છે? આ હિંદુનું સત્ય કે આ સુસલમાનનું ? આ જૈનેની અહિંસા કે આ બૌદ્ધોની ? એવું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com