________________
૨૨૮
સેવા એ નારી માટે બ્રહ્મચર્યને તપાવવાનું સાધન
શ્રી સવિતા બહેન કહે: “હું એક બહેનને પ્રસંગ કહું તેમાંથી નારી સંગ છતાં બ્રહ્મચર્યને અને હિંદુ મુસ્લિમ સંપર્ક વગેરેને ખ્યાલ આવશે.
અમે મારી પુત્રીના પિતાજીની બીમારીની સારવાર માટે મદ્રાસ ગયેલા ત્યારે અમને એ બહેન મળેલા. જાતના મુસલમાન હતાં. નાનપણુથી વિધવા થયેલાં અને કામ કરી છૂટનારાં હતા. સાઠ વર્ષનાં થવા આવ્યાં હશે, પણ કરકસર ભારે અને મન તે એથી પણ વધારે કહે.
લોકો કહેતા : “એ વઢગાડ કરનારી છે. એને ન રાખશો!”
પણ, અમે તેમને રાખ્યાં અને જોયું કે સ્વભાવ આકરે ખરે . પણ ભારે હૃદયવાન હતા. સેવા ચાકરી ખંતથી કરે.
એક વખતે બેબીના બાપુજીને તાવ આવ્યો, તો રાતભર તે બહેન ન ઊંધાં. સેવા બરાબર કરતાં રહ્યાં. મારી સાથે બરાબર જાગતાં રહ્યાં. પછી એકાએક પાએક કલાક આંખ મીંચીને બેસી ગયા.
મેં પૂછ્યું : “આ શું કરો છો !” તેમણે કહ્યું : “પ્રભુને પ્રાર્થના કરું છું કે સાજા થઈ જાય !”
જ્યારે તેઓ સાજા થઈ ગયા અને ડોકટરે તેમને હરવા-ફરવાની છૂટ આપી ત્યારે તેઓ રાજી-રાજી થઈ ગયા. ત્યાં અમે ઘણાં દર્દીઓની સેવા કરી શક્યા એ તે સાજા થઈને કાર્યવશ બહાર ગયા. મારે એક બીજા સગાની સેવા ખાતર એ ઇસ્પિતાલના કંપાઉંડના બ્લોકમાં (જ્યાં અમે હતાં ત્યાં) રહેવાનું થયું. પણ પછી એ બાઈ રહ્યાં નહીં.
ખુદા, તમારું ભલું કરે !” એમ આશિષ આપી ચાલ્યાં ગયાં. એ હજુ યાદ આવે છે. જગતમાં સામાન્ય ગણાતા માણસો પણ આવાં હોઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com