________________
-
૨૦૮
ઈદ્રિયોના સંયમને બ્રહ્મચર્ય કહ્યું છે. ભારતના પ્રાચીન ગ્રંથ-વેદમાં બ્રહ્મચર્યને અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે –“બ્રહ્મ એટલે વિશ્વના આત્માઓ અને ચર્ય એટલે જેની સાથે વિચરણ કરવું.” એટલે કે વિશ્વના બધા આત્માઓ સાથે વિચરણ કરવું, એ બ્રહ્મચર્ય છે. આમ બ્રહ્મચર્યને બધા આત્માઓ સાથે વિચરણ કરવા માટેનું સાધન માનવામાં આવ્યું છે. એજ કાર્ય વિશ્વવાત્સલ્ય કરવાનું છે. બધાયે આત્માઓની સાથે વિચરણ કરવા માટે વાત્સલ્ય જરૂરી છે. અને વાત્સલ્ય જ્યારે જરૂરી બને છે ત્યારે બ્રહ્મચર્યને માત્ર નિષેધાત્મક અર્થ કરી; નારી જાતિથી અતડા, અળગા કે ડરતા રહેવું; સ્ત્રીનું મોટું પણ ન જેવું, એવો ભાવ તારવો ખોટો છે. એ તે બ્રહ્મચર્યની કેવળ એકાંગી, વ્યકિતગત, સ્વાર્થી અને અધૂરી કાચી સાધના ગણાશે. “કેવળ શારીરિક વિકારથી બચતા રહેવું” એટલો જ અર્થ બ્રહ્મચર્યને થતો નથી; ત્યાં તો બધા આત્માઓમાં આત્મભાવ સાથે વિચરણ કરવું એવી સ્પષ્ટ વ્યાખ્યા છે.
વાત્સલ્ય અને વિકાર બન્નેનાં મૂળ એક નથી. વાત્સલ્યનું મૂળ ચૈતન્ય-આત્મા છે; જ્યારે વિકારનું મૂળ જડતા-શરીર છે. વાત્સલ્ય એ આત્માને ભાવ છે, જ્યારે વિકાર વિભાવ છે. ઘણા લોકો વાત્સલ્યને પણ વિકાર અને વિકારને વાત્સલ્ય ગણી, બન્નેની એકતાનો ભ્રમ ઊભો કરે છે. પરિણામે વિકારના જોખમે તેઓ વાસલ્યને પણ પડતું મૂકે છે. આમ થવાથી સમાજની પ્રગતિ રૂંધાય છે; અટકે છે કે એકતરફી બને છે. એટલે વિશ્વવાત્સલ્યની નિષ્ઠાપૂર્વકની સાધના માટે વિધેયાત્મક બ્રહ્મચર્યની જરૂર રહે છે, અને વિધેયાત્મક બ્રહ્મચર્ય માટે સ્ત્રી અને પુરૂષ બનની સહચારિતા અનિવાર્ય છે. અહીં સહચારિતા એટલે સાથે રહેવું અતડા બનીને ન ફરવું એ અર્થમાં છે, નહીં કે શારિરિક સંબંધ.
જાતીય અને વિજ્ઞાનના પ્રવર્તક ફોઈડે મૈથુનને—સ્ત્રી પુરૂષનાસાહચર્યને અનિવાર્ય માન્યું છે. પણ એને જે અર્થ શારિરિક-સંબંધજન્ય સ્થળ વિષય ભોગ રૂપે ઘટાવવામાં આવે છે એ બરાબર નથી. સ્ત્રી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com