________________
[૧૦] વિશ્વ વાત્સલ્યમાં બ્રહ્મચર્ય વિચાર
[૨૫-૯-૬૧]
–મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વવાત્સલ્યના બાર વ્રતના પરિચય રૂપે આ અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. તેમાં વિશ્વ વાત્સલ્યનાં જે ત્રણ મૂળ છે -(૧) બ્રહ્મચર્ય (૨) સત્યશ્રદ્ધા (૩) માલિકી હક મર્યાદા. તેના ઉપર અલગ અલમ જરા વિસ્તારથી વિચાર કરી લેવો યોગ્ય ગણાશે. આ મૂળવતે અને તેમનાં ઉપવ્રતની યોજના ગાનુરૂપ નવી દષ્ટિએ કરવામાં આવી છે, એટલે મૂળવતો અંગે જેટલું સ્પષ્ટ અને સવિસ્તાર વિવેચન થાય તેટલું જ તે વિષયને સમજવામાં અને તે મુજબ આચરણ કરવામાં સરળતા રહે છે.
આજે બ્રહ્મચર્યવ્રત ઉપર નવી દ્રષ્ટિએ વિચાર કરવાનો છે. વિશ્વ વાત્સલ્ય અને બ્રહ્મચર્યને હમેશાં અતિ નિકટને સંબંધ છે. વિશ્વ વાત્સલ્ય માટે જેમ બ્રહ્મચર્ય અનિવાર્ય છે તેમ બ્રહ્મચર્યની સંપૂર્ણતા પણ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવામાં પરિણમે છે. એ દષ્ટિએ બ્રહ્મચર્યને કેવળ “મથુન સેવવું નહીં' એટલોજ નિષેધાત્મક ટુંક અર્થ લેવાને નથી.
બ્રહ્મચર્ય અંગે અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ સાંભળવા મળે છે. એક તો ઉપર કહેવામાં આવી તે પ્રકારની નિષેધાત્મક વ્યાખ્યા છે. પણ તે એક તરફી છે; સંપૂર્ણ નથી. મહાત્મા ગાંધીજીએ પાંચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com