________________
૨૧૨
–અર્થાત વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન જેને સ્વાધીન નથી અથવા જેની પાસે નથી અને તેથી તે તેને ભગવતો નથી તે ત્યાગી કહે વડાવી શકતું નથી. જે પ્રિય કાંત ભોગે મળવા છતાં પોતાની પીઠ ફેરવે છે; પિતાને હસ્તક મળતા ભોગને ત્યાગી દે છે તે જ સાચે ત્યાગી કહેવાય છે.
ભગવાન મહાવીરે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચારેયને મળીને ચતુર્વિધ શ્રીસંધ સ્થાપે. તે એટલા માટે કે આ ચારેયનું તાદામ્ય (અનબંધ) હોવું જોઈએ. તેઓ પરસ્પરના આત્મવિકાસ અને તેથી કરીને સમાજના વિકાસમાં સહાયક અને પુરક બને. જે તેઓ બ્રહ્મચર્યલક્ષી ગૃહ અને બ્રહ્મચારી સાધુ-સાધ્વીઓ માટે અલગતા ઈચ્છત, તે બધાયના અલગ અલગ સંઘે રચત.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી અને પુરુષ બંનેની પૂરકતા બતાવવા માટે મહાદેવજીને અર્ધનારીશ્વરનું રૂપ આપ્યું છે. એની પાછળ એ જ તત્ત્વ છે કે વિશ્વની સર્વાગી સાધના નર અને નારી બન્નેના સહયોગથી જ થઈ શકે છે. બ્રહ્મચર્યને અર્થ એવો નથી કે પુરુષ સાધક, સ્ત્રી સાધિકાથી અતડો થઈને ફરતો રહે. ભગવાન બહષભદેવ, બાહુબલિમુનિને પ્રેરણું આપવા માટે બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વીઓને મેકલી. જે અતડા થઈને રહેવાનું વિધાન હોય તો પછી તેઓ કોઈ પુરુષ સાધકને મોકલત. આમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચારી સાધક સાધિકાઓ, ભલે તે ગૃહસ્થ હોય કે સાધુ, તેમના માટે અજ્ઞાન
અને નિર્દોષભાવે પણ અતડા રહેવું, એક બીજાના પૂરક ન બનવું એ વિશ્વ અને સમાજના વિકાસની સર્વાગી સાધનામાં કચાશ રાખવા જેવું છે. જો કે સદભાગ્યે સ્ત્રી-સાધિકા તે પુરુષ સાધકોની હુંફ અને પ્રેરણા ઈચછે છે મીરાંબાઈએ પતિ સાથે દેહસંબંધ તે હતો પણ આત્મભાવે ત્યાગ નહોતો કર્યો. અનેક ટીકાઓ થવા છતાં તેમણે પુરુજેની પૂરકતાનો સ્વીકાર હરહમેશ કર્યો જ હતો. એ જ કારણસર તે
માનાના શ્રેષ્ઠ સાધુ છવાગે સાંઈનું સ્ત્રીઓથી અતડાપણું હતું તેમણે પણ તેણુએ ટકર્યા હતા.
સાવાલા આમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com