________________
અર્પણતાની મૂતિઓ તે હોય છે; એમાં નમ્રતા, કમળતા અને ક્ષમા એ ત્રિવેણી સંગમ રહેલો છે. જે એ ત્રિવેણીને સારા માર્ગે વળાંક આપવામાં આવે તો તેમાંથી એ પ્રેરણું મૂ તિ જાગે છે તે અનેકને માર્ગદર્શન આપનારી બને, એ નિઃશંક છે. એજ કશા જે હૃદયનીઅંતરની દીક્ષા ન પામત તે સ્થૂલિભદ્રના ગુરુભાઈ મુનિ, જે પાછળથી કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા અને પતનમાં પડવા જતા હતા; તેમને પતનમાં પડતા કશા અટકાવી ન શકત. તેઓ બીજે ક્યાં ય જાત તે તેમનું પતન પણ થાત. એટલે નારીના દેહને બદલે, તેનું હૃદય, તેનું અંતર કે તેને આત્માના સ્પર્શ વડે બ્રહ્મચર્યનું લક્ષ્ય સારી પેઠે સાધી શકાય છે, એટલું જ નહીં એ માગે તે જોખમ વખતે પ્રેરણા પણ મળી શકે છે. - બ્રહ્મચર્યને સમાજ વ્યાપ્ત બનાવવા માટે સર્વપ્રથમ તે એની સર્વાગી સાધના જરૂરી છે. જેમને એને સમાજવ્યાપી બનાવવું છે તેમણે, નારીને અંગત ઘડતર દ્વારા તેમજ નારી સાધિકાના આદર્શ વડે, સમાજને વ્યાપક પ્રેરણું આપીને બ્રહ્મચર્યને સમાજવ્યાપી કર્યું છે. એ દૃષ્ટિએ તેમણે સંસ્થા વડે બ્રહ્મચર્યને સમાજ વ્યાપી બનાવ્યું છે.
ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરતાં પહેલાં એક પછાત પડી ગયેલી નારી-ચંદનબાળા જેવીના હાથે ગેચરી લેવાને અભિગ્રહ-(સંકલ્પ) કર્યો. એની પાછળ શું રહસ્ય હતું! તે એ જ કે પાર્શ્વનાથ પ્રભુથી ચાલતી આવતી ચાતુર્યામ પરંપરામાં તેમને બ્રહ્મચર્ય વ્રતને ઉમેરે કરી હતી અને તેને સમાજવ્યાપી બનાવવાનું હતું. તેમ કરવા માટે અને બ્રહ્મચર્યની સર્વાગી સાધના કરવા માટે ચંદનબાળા જેવી તરછોડાયેલી છતાં વાત્સલ્યમૂ તિ નારીને તેમણે સાધ્વી-સંઘની શિરછત્રા બનાવી. તેમણે, ચંદનબાળાના સહકારથી નવ સમાજની સર્વાગી રચના સફળ રીતે કરી અને સાધ્વીઓના માધ્યમ વડે તેમણે બહાચર્યને વિધેયાત્મક રીતે સમાજવ્યાપી વિકાસ સાધવામાં સફળતા સિદ્ધ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com