________________
૨૦૬
વાત ન કરી અને આ યુગે આપને સર્વ ક્ષેત્રની ધર્મક્રાંતિ માટે મૂળ વ્રતને સાચવી આવડા મોટા ફેરફારોની વાત કેમ સૂઝી ?”
તેને જવાબ આપતાં મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું: “સવારે નેમિમુનિએ કહ્યું તે મુજબ પ્રથમ સત્ય, પછીથી ત્રણ પાર્શ્વપ્રભુ વખતે ચાતુર્યામ અને ભગવાન મહાવીર વખતે પાંચ મહાવ્રતો તેમજ ગૃહસ્થ માટે બાર અણુવ્રતની વાત કરી હતી, તે અને પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિએ વગેરે ઉપરથી જૈનધમે વ્યાપક વાત કરી જ છે. આચાર્યોએ યુગાનુસાર ફેરફાર પણ કર્યા છે. હવેને જભાને બદલાય છે. સમાજ, સમુદાય અને સંગઠનોની વાત આગળ આવે છે.
ગાંધીજીએ સામુદાયિક અહિંસાના પ્રયોગે ક્ય, સંસ્થાઓ ઊભી કરી અને તેને શુદ્ધ સંગીન બનાવી હતી. ધર્મક્રાંતિકાએ પણ સેંકડો વર્ષોથી દેશ-પરદેશમાં કામ કર્યું જ છે. આ બધાને સંદર્ભ લઈને જૈનધર્મનાં અનેકાંતવાદ, તેમજ વ્યાપક અને છતાં ઝીણામાં ઝીણું અહિંસાની વાતના કારણે આ ફેરફારો આવ્યા છે. એટલે આ વાત ચાવ નવી નથી. નાનું જ સંશોધન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com