________________
જશે. ધર્મનિષ્ઠાના એક અંગરૂપે તેનું સમાન જળવાઈ રહેશે. પણ સાધકનું નિશાન તે સંપૂર્ણ ધર્મનિષા લેવું જોઈએ.
એક ખેડૂત ખેતર ખેડે છે અનાજ માટે, ઘાસ માટે નહીં. ઘાસ તો અનાજની સાથે તેને આપમેળે મળી રહે છે. એટલે ખેડૂતનું મુખ્ય લક્ષ્ય અનાજ પેદા કરવાનું હોવું જોઈએ. ઘાસનું ગૌણ રહેવું જોઈએ.
એવી જ રીતે હિંદુ, ઈસ્લામ, ઈસાઈ, બૌદ્ધ કે જૈન ધર્મો પૈકી જે એક ધર્મ ઉપર નિષ્ઠા રાખવામાં ધર્મનિષ્ઠા માની લેવામાં આવે તો પછી દરેક માણસને કેવળ વંશપરંપરાગત ધર્મજ મળે અને તેમાં પણ તેની ઉપરની લી બાહ્ય રીતે જ. દા. ત. કોઈ જૈનને ત્યાં જ એટલે તેને વારસામાં જૈન ધર્મ મળે છે, જ્યારે ખરેખર તો તેનું જૈનત્વ સત્ય અહિંસાના વતાચરણ વિ. પછીજ પ્રગટવું જોઈએ. પણ તેમ થતું નથી. દેવ-ગુરુ-ધર્મને પાઠ ભણાવી તેને સમકિત આપવામાં આવે છે ભલેને પછી તે બધી રીતે જૈનત્વ વિરૂદ્ધનું આચરણ કરતા હોય છતાં તે જૈન થઈ જાય છે. ભૂલથી આને ધર્મનિષ્ઠાનું રૂપ આપી દેવામાં આવે તો તપ-ત્યાગ-બલિદાન કરવાની ભાંજગડ કે નિરતિચાર વ્રતાચરણની કડાકૂટ કોણ કરે! પણ આવી સસ્તી ધર્મનિષ્ઠાનું જે ભયંકર પરિણામ આવે છે તે એ કે સાચે ધર્મ કદિ પ્રગટ થત નથી અને લોભ કે ભય અથવા વેપારની રીતે ધર્મ–ભ્રમનું પ્રચલન થઈ જાય છે. આજના દરેક ધર્મોમાં આ ખોટું તત્વ ઘણું ઉંડાણું સુધી પ્રવેશી ગયું છે એટલે ધર્મનિષ્ઠાને વ્યાપક રીતે અર્થ કરવાને છે.
- કોઈ એમ પણ કહી શકે કે મુનિશ્રી સંતબાલજીએ આ બાર વ્રતોની ગોઠવણ કરી છે, તેઓ જૈનધર્મના સંસ્કારોથી ઉછરેલા અને ઘડાએલા છે માટે આ વ્રતે જેનધર્મના હશે. પણ, તેવું નથી. તેમને સર્વ ધર્મ સમન્વય કરવાથી આ વ્રત લાધ્યાં છે. બધા ધર્મોની સ્થાપના પાછળ તેમણે વિશ્વવાત્સલ્ય રસના પ્રવાહને વહેતે અનુભવ્યું . છે અને સત્ય મેળવ્યું છે કે બધા ધર્મોને સાર વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com