________________
૧૮૯
કર્યો છે. તેમાં પણ હિંદુધર્મ અને જૈન ધર્મમાં એના ઉપર ઉંડાણથી વિચાર કરવામાં આવ્યું છે. એટલે સત્યને જે સામાજિક રૂપ આપવું હેય તો સત્યવ્રત “જુઠું ન બોલવું” એવું નિષેધાત્મક હેવાને બદલે વિધેયાત્મક હેવું ઘટે છે. તે કેવળ બોલવામાં નહીં પણ તત્ત્વજ્ઞાન અને આચરણમાં પણ મૂકી શકાય; એ રીતે વિચારવું ઘટે છે. તત્ત્વ, વિચાર, (ભાવ) વાણું, તેમજ બીજા સાધને, અને મન, વચન, કાયા થકી થતી પ્રવૃત્તિઓમાં, સર્વભૂતહિત રૂપ સત્યનો વિચાર કરવામાં આવે અને તે મુજબ આચરણ કરવામાં આવે તે જ તે સાધના પાકી અને સર્વોગી થઈ શકે. સત્ય બહુજ વ્યાપક અને અવ્યકત છે. એટલે તેને જલદી ગ્રહી શકાતું નથી અને તે વહેવારૂ બની શકતું નથી. તે માટે તેને વહેવારૂ બનાવવા માટે સત્યશ્રદ્ધા એટલે કે સત્ય ઉપરની દઢ નિષ્ઠા એ નામ રાખવામાં આવ્યું છે.
બુદ્ધિભ્રમ, સ્વાર્થ તેમજ બીજા આવરણોને લઈને સત્ય ન સમજાય, તો પણ, જે મહાપુરૂષોએ સત્યને શોધ્યું છે, આચર્યું છે તેમના ઉપર શ્રદ્ધા રાખી, તે સત્યને અનુસરવું જોઈએ. આજ સત્યશ્રદ્ધા વ્રતનું રહસ્ય છે.
સત્યને જુદા જુદા ક્ષેત્રોમાં રહેતા માણસો પિતપોતાની કક્ષા પ્રમાણે ગ્રહણ કરશે તે વખતે પણ કક્ષા પ્રમાણે આંશિક સત્યનું આચરણ અને પરમ સત્યની તરફની નિષ્ઠા રાખવી પડશે.
આ વ્રતને સારી પેઠે આચરવા માટે ત્રણ ઉપવ્રતો ગોઠવવામાં આવ્યા છે – (૧) સર્વ ધર્મ ઉપાસના એટલે કે બધા ધર્મોમાં રહેલાં સને તારવવાં, (૨) નિંદાસ્તુતિ-પરિહાર એટલે કે બીજાની નિંદા તેમજ પિતાની શ્વાધા કરવાની વૃત્તિને ત્યાગ (૩) ક્ષમાપના, એટલે કે દરેક ક્ષેત્રમાં ભૂલ થાય, બીજાને અન્યાય થાય તો તેની શુદ્ધિ માટે ક્ષમાપના કરવી.
આ ત્રણે ય વ્રત સત્યશ્રદ્ધા વ્રતના પિષક અને રક્ષક છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com