________________
૧૯૨
માલિકી હક મર્યાદા વ્રત માટે ત્રણ ઉપવત આ પ્રમાણે છે – (૧) વ્યવસાય મર્યાદા (૨) વ્યાજત્યાગ (૩) વ્યસન ત્યાગ. આ ત્રણે ઉપવ્રત અસલવ્રતને પિષનારાં છે. એ સ્પષ્ટ જ છે.
ઉપવતની યાજના:-હવે ઉપવતની યોજનામાં, કયાં કયાં અને કેટલો તફાવત બીજી વ્રત જનાઓ સાથે રહેલો હોય છે તે જોઈએ.
બહાચર્યવ્રતના ત્રણ ઉપવતે ખાન-પાન-શયન વિવેક, વિભૂષા ત્યાગ અને રાત્રિભોજન-ત્યાગને સમાવેશ જૈનધર્મના સાતમાં ઉપભોગ-પરિભેગ-પરિમાણમાં વ્રતમાં તેમજ ગાંધીજીના વ્રતમાં, અસ્વાદ વ્રતમાં થઈ જાય છે. ખાન-પાન-શયન વિવેક, વિભૂષા-ત્યાગ અને રાત્રિભોજન-ત્યાગ નહેય તે બ્રહ્મચર્યનું પાલન રૂડી રીતે થતું નથી. વૈદિક ધર્મમાં “યમ”ને પાળવા માટેના જે નિયમ બતાવ્યા છે તેમાં શૌચ (શુદ્ધિ) અને નીચને સમાવેશ થઈ જાય છે.
એવી જ રીતે સત્ય શ્રદ્ધાના ત્રણ ઉપવત સર્વધર્મ ઉપાસના ક્ષમાપના અને નિંદાસ્તુતિ-પરિહાર ગઠવ્યાં છે, તે જૈન ધર્મમાં સામાયિકવત, પિષધ-વ્રત તેમજ અનર્થદંડ-વિરમણું–વ્રતમાં આવી જાય છે. ગાંધીજીએ તે પ્રમાણે “સર્વધર્મ સમભાવ” “નમ્રતા અને અભય એ વ્રત ગોઠવ્યાં છે.
માલિકીહક મર્યાદા” ના ત્રણ ઉપવ્રત, વ્યસન ત્યાગ, વ્યાજ ત્યાગ અને વ્યવસાય મર્યાદાને બદલે જૈનધર્મમાં અનર્થદંડ, વિરમણું વ્રત, દિશા પરિમાણ વ્રત, દેશાવકાશિક વત, અતિથિ સંવિભાગવત તેમજ ઉપભેગ પરિગ બતમાં કર્માદાન-ત્યાગ વ્રતરૂપે ગોઠવેલાં છે. એવી જ રીતે ગાંધીજીએ શરીર શ્રમ, સ્વદેશી વ્રત ગેદવ્યાં છે.
આમ આ વ્રતોની ગોઠવણ પાછળ એ દષ્ટિ રહેલી છે કે તેમાં બધા ધર્મોની દષ્ટિએ વધારે ઉપયોગી ખાસ-ખાસ વ્રત અને ઉપવતેને સમાવેશ કરી લે. જેમ ઈસ્લામ ધર્મમાં વ્યાજ લેવાને નિષેધ છે અને તે ત્યાં વ્રત રૂપે છે. તેને અહીં ઉપવત તરીકે ગોઠવવામાં આવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com