________________
૧૨
બૌદ્ધ ધર્મ તેમજ ઈસ્લામમાં નશાકારી વસ્તુઓ અને શરાબ વગેરેના સેવનને ત્યાગ કરવા માટે એક જુદું વ્રત છે. તે તેને આવરી લેતું વ્યસન-ત્યાગ નામનું ઉપવ્રત અહીં ગોઠવવામાં આવ્યું છે. એવી જ રીતે જૈનધર્મમાં સામાયિક વ્રત છે. તેને ઉપયોગ મોટા ભાગે કેવળ એક મુદ્દતની સાધના પૂરતેજ કરવામાં આવે છે. પણ ત્યારબાદ જીવનમાં સમત્વ ઉતરતું નથી, તેમજ ટકતું નથી. એટલે સર્વધર્મ-સમુપાસના અને વિશ્વવાત્સલ્ય વ્રત દ્વારા માત્ર એક પિતાના સંપ્રદાયના ક્ષેત્રે જ નહીં બધાં ક્ષેત્રમાં, દેશમાં અને બધા કાળ માટે સર્વધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, વિચારધારા ભાષા માં સમાવ (નિષ્પક્ષપાતતા) સમ્યકત્વ (સત્યતા) રાખી કે તારવી શકવાનો પ્રયાસ કરવો પડે છે. નવા વતનું પ્રયોજન ખરૂં?
જૈનધર્મમાં બાર વતે છે. બીજા ધર્મોમાં ચાર, પાંચ, દશ, કે અગિઆર વ્રત છે. મહાત્મા ગાંધીજીએ પણ અગ્યાર વ્રતે ગોઠવ્યાં છે. પછી વિશ્વ વાત્સલ્યનાં આ નવાં બાર વ્રત શા માટે ગોઠવવામાં આવ્યાં છે ? એનું પ્રયોજન શું? એ જરૂર પ્રશ્ન થશે પેલાં વ્રતોથી કામ ચાલતું હોય તે આ નવાં વ્રત શા માટે ગોઠવવાં જોઈએ ?
એને ઉત્તર તે એ જ છે કે યુગેયુગે જીવનનાં મૂલ્યો પલટાયાં કરે છે. દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે તેમાં અનેક ફેરફાર થાય છે. તે મુજબ મૂળ સિદ્ધાંતને સાચવીને જે ફેરફાર કે સુધારા વધારા ન થાય તે ધર્મ તેમજ સમાજને વિકાસ રૂંધાઈ જાય.
જે લેકે અત્યાર અગાઉ એમ કહેતા હતા કે રાજકારણ અને અર્થકારણમાં ધર્મ ટકી જ ન શકે કે રહી જ ન શકે. તે લોકોને મહાત્મા ગાંધીજીએ રાજકારણમાં સત્ય અને અહિંસા તેમજ અર્થકારણમાં સત્ય ન્યાયનીતિ જાતે આચરીને બતાવી આપ્યું કે ધર્મ, જીવનનાં જોકે ક્ષેત્રમાં રહી શકે છે અને રહેવો જોઈએ. નહીં તે તે ધર્મની સાધનાં એકાંગી, અધૂરી કે કાચી છે. એનો સાધક પિતાની એ ખાત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com