________________
૧૯૯
એટલા માટે ભાલ નળકાંઠા પ્રદેશમાં, તળાવ વ. ખાદાવવાના કારણે સરકારે ખેડૂતની જે જમીન લઈ લીધી હતી તેના બદલે રૂપિયા ન અપાવતાં ખેડૂતોને જમીન જ આપવામાં આવી. જેથી ખેડૂતોને નિશ્ચિંતતા રહે. આ રીતે તેમને નિશ્વિત કર્યા પછી જ, માલિકી હક મર્યાદાથી આગળ લઈ જઈ શકાય. શરીર શ્રમ તો ગામડાં, શહેરો, લોકસેવક તેમજ સાધુએ વ. બધા એક યા બીજી રીતે કરે જ છે. માત્ર સ્થળશ્રમ હોય તે ભૌતિકતાની લાલસા વધે એટલે એની સાથે “વ્યવસાયમર્યાદા પણ વ્રત રૂપે મૂકી છે. એથી તન-મન અને બુદ્ધિ વડે જે વેપાર સેવક કે ખેડૂત કરશે તેમાં મર્યાદા આવશે. શરીરશ્રમ તેમજ બુદ્ધિને શ્રમ બનેને સમન્વય કરવો પડશે. રાષ્ટ્ર ઘાતક ધંધાઓથી લોકોને છોડાવવા પડશે.
અસ્વાદમાં સ્વાદને સર્વથા ત્યાગ સૂચવાય છે–પણ તે વહેવાર નથી માટે ખાન-પાન શયન વિવેક” અને “વ્યસન ત્યાગ” ને વ્રતો રૂપે મૂકવામાં આવ્યાં છે. સાથે જ જીમ સિવાય બાકીની ઈદ્રિોને સ્વાદ પણ દૂર થાય એ માટે “નિંદાસ્તુતિ પરિહાર” છે. આ રીતે બાર વ્રતને વિચાર કરવામાં આવ્યો છે તેમાં યુગની દષ્ટિ રહેલી છે અને તેથી ધર્મની વિશેષ પૃષ્ટિ થશે અને વિશ્વવાત્સલ્યની ધર્મનિષા સારી રીતે ખીલશે.
ચર્ચા-વિચારણું સજજને વસે તે સ્વર્ગ
આજની ચર્ચા પ્રારંભ કરતાં પૂ. શ્રી દંડી સ્વામીએ કહ્યું : “વ્યક્તિગત અને સમાજગત જીવન વ્યવસ્થાને ટકાવનાર સદુધર્મને ભારતીય સંસ્કૃતિએ ઠીક ઠીક સાચવ્યો છે. સત, કિજે, મહાજને, ક્ષત્રિયો એમ અનેક સજજનેએ પ્રાણને હેમીને પણ ધર્મરક્ષા કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com