________________
૨૦૨
એ ઉપર ઓછો ભાર આપશે. પણ ગમે તે રીતે તત્વ જળવાઈ રહેવું જોઈએ.
ધર્મનિષ્ઠા, વ્રતોને આચારમાં મૂકવા માટે છે. વિશ્વ વાત્સલ્યનું દર્શન જેનું સ્પષ્ટ હશે તે આપણાં વોને આચારમાં મૂક્યા વિના રહી શકશે નહીં. ગ્રામ સંગઠનની જરૂરત :
સવારના નેમિમુનિએ ગ્રામદાનના સંદર્ભમાં જે કહ્યું તે આમ તે સાયું છે. પણ ઘેડે વધારે ખુલાસો કરી દઉ. ઓરીસ્સામાં કોરાપુર જિલ્લામાં જ્યારે ગ્રામદાને થયેલાં ત્યારે હું ત્યાં ગયેલો. ભૂમિ સૌને સમાન ન હતી. ચાર પાંચ ગણું અંતરવાળી હતી. દા. ત. એક કુટુંબને એક એકર હેય તે બીજાને ચાર-પાંચ એકર હેય. પણ આ મર્યાદા ગ્રામસમાજે નક્કી કરવી જોઈએ. વ્યક્તિમાં સ્વાર્થ અને મમતા વધુ હેવાને સંભવ છે એટલે સમાજ નક્કી કરે એ વાત ઠીક છે.
પણ ગ્રામ-સમાજ કયો?
સંસ્થા કે સંગઠન સિવાય ગ્રામસમાજ ઘડાય નહીં અને ઘડાએલો સમાજ ન બને ત્યાં લગી કાર્યક્રમો સફળ ન થાય; અથવા પછી તેવાં ગ્રામ રાજ્યોને સોંપવા પડે. આથી ત્યાં કેઈ નૈતિક બળ વાળી સંસ્થા હેવી જોઈએ. આ વાત વિનોબાજી સ્વીકારે ત્યારે જ વહેવાર સરળ થઈ શકે. એટલે ટ્રસ્ટીશિપ કે માલિકી હક મર્યાદાની વાત વિનોબાજી સ્વીકારે છે, તેમ ગ્રામ-સંગઠનની વાત પણ સ્વીકારે, તે બન્નેનો તાળો મળી જશે. જીવનદાની માટે તે તેઓ અપરિગ્રહની જ વાત કરે છે. બાકી ગ્રામસમાજ માટે તે તેઓ માલિકી હક મર્યાદાની જ વાત કરે છે. એ મારો નમ્ર અભિપ્રાય છે. ધર્મનિષ્ઠાને પ્રભાવ :
શ્રી પૂજાભાઈએ કહ્યું : એક વખત ઇશું મહાત્મા અને એમના અનુયાયીઓ એક સ્થળે ગયા. તેમના માટે સરઘસ કાઢયું. તેઓ જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com