________________
(૩) માલિકીહક મર્યાદા : આ ત્રીજું મૂળવંત છે. એમાં અસ્તેય અને અપરિગ્રહ (પરિગ્રહ પરિમાણુ) એ બન્ને વ્રતને સમાવેશ થઈ જાય છે. જીવનની જરૂરિયાત માટે જે કાંઈ વસ્તુ લેવી પડે તે નીતિ, ન્યાયથી ઉપાર્જિત કરી હકની લેવી એટલે કે પરિગ્રહ ની ન્યાયમુક્ત વિધિ અને સાથે અસ્તેય એટલે ચેર્યા વગરની લેવી, એ મળીને માલિકી હક બને છે. પણ આટલું જ બસ નથી. એની મર્યાદા પણ હેવી જરૂરી છે. જે તે ન હોય તે જાતે સંગ્રહદ્ધિ કરી બીજાનું શેષણ કરવામાં, બીજાને દુઃખમાં નાખવામાં, બીજાને પૂરતી વસ્તુ ન મળવામાં, આગળ વધાય, એટલા માટે જ કેવળ માલિક હક નહીં; પણ તેની મર્યાદા-એચ્છિક કાપ હોવાં જોઈએ; તેની સીમા બાંધવી જોઈએ. ટુંકમાં ન્યાયમુક્ત સંપત્તિની પણ મર્યાદા હેવી જોઈએ. એ મર્યાદા એટલે પરિગ્રહ-પરિમાણ. પરિગ્રહ પરિમાણ અને અસ્તેય બંને વ્રત ભેગા મળીને માલિકી હક મર્યાદાવ્રત થાય છે.
આને અલગ એક મૂળવ્રત રૂપે લેવાની જરૂર એટલા માટે છે કે અગાઉ લોકો ન્યાય-નીતિની રૂએ ચાલતા અને તે કાળે એની આવશ્યકતા ન પણ જણાઈ હોય. પણ, આજે તેની જરૂર છે. બૌદ્ધ ધમેં પરિગ્રહ પરિમાણને બદલે નશાવાળી કેરી વસ્તુઓનો ત્યાગ પાચમાશીલ રૂપે સૂચવ્યો છે. એટલે ત્યાં પરિગ્રહની મર્યાદા ન થઈ
ઈસ્લામમાં માલિક હક મર્યાદા ઉપર ખુબ જોર આપવામાં આવ્યું છે. મૂસાની દશ આજ્ઞાઓમાં અદત્તાદાનને ઉલેખ આવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ચેરી અને અણહકનું મેળવવું–બનેનો નિષેધ છે. હિંદુ ધર્મમાં પણ અસ્તેય અને અપરિગ્રહ એ બન્ને યમે છે જ
માત્ર માલિકી હક વ્રત રાખ્યું હોત તો ત્યાગની ભાવના પેદા ન થાત. માલિકી હક સાથે મર્યાદા જોડીને, સરકારી કાનૂન વડે પણ જે માલિકી હક મળે છે એને છોડવા અને કેટલીક વખત બીજા માટે નિઃસ્વાર્થ ત્યાગ કરવાની પ્રેરણું મળે છે. • •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com