________________
૧૮૮
-બંધુત્વની અથવા “આત્મવત સર્વભૂતેષ” ભાવના વહેવારમાં નહીં આવે. એટલે મૂળ વ્રત છે–વિશ્વવાત્સલ્ય–જગતમાં બધા તરફ વાત્સલ્ય પ્રગટાવવું.
આ વિધવાત્સલ્યના મુખ્ય ત્રણ મૂળવ્રત ઉપર હવે વિચાર કરીએ. એ ત્રણ વ્રતે આ પ્રમાણે છે – (૧) બ્રહ્મચર્ય (૨) સત્ય શ્રદ્ધા અને (૩) માલિકી હક મર્યાદા.
બ્રહ્મચર્ય –એને લગભગ બધાજ ધર્મમાં ઉલ્લેખ છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં તે બ્રહ્મચર્યનો ઉલ્લેખ છે જ. હિંદુધર્મમાં ચારેય આશ્રમને પાયો બ્રહ્મચર્ય ગણવામાં આવ્યો છે. ગૃહસ્થાશ્રમને મૂકીને બાકીના ત્રણેય આશ્રમમાં બ્રહ્મચર્યને અનિવાર્ય ગણવામાં આવ્યું છે. પછી તેને પાળવાની રીતિમાં ધરણસર ફેરફાર હોય છે. ગૃહસ્થાશ્રમમાં પણું સ્વપની મર્યાદા અને તેનું લક્ષબિંદુ પણ બ્રહ્મચર્યજ છે. જૈન ધર્મમાં સાધુઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્યને ઉલ્લેખ છે પણ ગૃહસ્થ માટે “મૈથુન વિરમણ” વ્રત એવું નિષેધાત્મક રીતે તે મૂકવામાં આવેલા છે તેથી બ્રહ્મચર્ય વ્યક્તિગત રહી જવાનો સંભવ છે અથવા તે તેના પાલનમાં ક્યાંક દંભ કે અતડાપણું પેસી જવાનો ભય રહે છે. ખ્રિસ્તી ધર્મમાં અને ઈસ્લામ ધર્મમાં આડકતરી રીતે બ્રહ્મચર્યને ઉલ્લેખ છે પણ એને મહત્વ અપાયું નથી એટલે એ . સર્વ સમાજ વ્યાપી તે બની શક્યું નથી. પરિણામે ગૃહસ્થ વર્ગમાં સ્વચ્છંદાચાર ફેલાય છે. લોકોની નિરકુશ વાસના ઉપર સ્વૈચ્છિક સંકુશ ન આવે તે એમાં અનિષ્ટો ફેલાવાને ડર રહે છે. એટલે આજના યુગે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય છે અને તેને વિધેયાત્મક રીતે મૂકવામાં આવ્યું છે.
બ્રહ્મચર્ય વ્રતનું પાલન સારી રીતે થાય તે માટે એના ત્રણ ઉપવતો મૂકવામાં આવ્યા છે –(૧) વિભૂષા ત્યાગ (૨) ખાનપાન શયન-વિવેક (૩) રાત્રિભોજન ત્યાગ.
(૨) સત્ય શ્રદ્ધાઃ સત્યને બધા ધર્મોએ વ્રત રૂપે સ્વીકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com