________________
૧૯૩
ઢાંકવા માટે જવાબદારીથી ભાગવાનું, એકાંત સેવન કરવાનું, કેવળ આત્માર્થ (સ્વાર્થ) સાધવાનું, હઠયોગ સાધવાનું બહાનું લેતો ફરે છે. એટલું જ નહીં, ઘણીવાર આવા સાધકોમાં દંભ પણ વધારે પડતું જોવામાં આવે છે; એટલે સમાજ જીવનનાં બધાં ક્ષેત્રમાં ધર્મની સાધના કરવી હોય અને ધર્મને સમાજ વ્યાપી બનાવે હોય તો દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈને વ્રતોને નવો વળાંક આપજ પડશે. નવાયુગને માનવી જે દષ્ટિએ વિચારે છે તે પ્રમાણે પાત્ર, સ્થાન તેમજ વાતાવરણ જોઈને તેને નવી રીતે ઘટાવીને તેમની આગળ રજૂ કરવા પડશે. નહીં તે વ્રતમાં જડતા આવી જવાની સંભાવના રહે છે.
આ વસ્તુનું મહત્વ યુગે યુગે દરેક યુગ પુરૂષે સ્વીકાર્યું છે. ભગવાન મહાવીરે જોયું કે હવેના યુગના લોકો વક્રજડ એટલે કે ખાટા તર્ક કરનાર તેમજ જડ થવાના છે એટલે તેમણે માત્ર ચાતુર્યાયથી નહીં ) ચાલે; બ્રહ્મચર્યની સાથે લોકો અપરિગ્રહને નહીં ગણે, એમ ભાની પાંચ મહાવ્રતો ગોઠવ્યાં. તેમણે બ્રહ્મચર્યને એક અલગ વ્રત રૂપે સ્થાપ્યું. એવું મનાય છે કે તે પહેલાં ભગવાન પાર્શ્વનાથ સુધી ચાતુર્યામ ધર્મ હતો, તે અગાઉ ત્રણ વ્રતેજ હતાં–પ્રાણાતિપાત– ' વિરમણ, મૃષાવાદ વિરમણ અને અપરિગ્રહ. અસ્તેય અને બ્રહ્મચર્યને અપરિગ્રહમાં ગણું લેવામાં આવતાં હતાં. તે પહેલાં એક જ અહિંસા * વ્રત હતું. જેમાં પાંચેય વ્રતોનો સમાવેશ થઈ જાતો. તે કાળના લોકો સરળ અને બુદ્ધિમાન હતા એટલે તે બરાબર હતું પણ સમય સમય પ્રમાણે લોકસમુદાયની બદલાતી માનસ-પરિસ્થિતિ પ્રમાણે તીર્થ કરને, વ્રત–આયોજન બદલવું પડેલું. ભગવાન મહાવીર પછીના આચાર્યોએ પણ એ વ્રતો રાજાથી માંડીને સામાન્ય પ્રજા પાળી શકે એ રીતે ગોઠવ્યાં. મૂળ તે વ્રતોની ગોઠવણ કરવાને ઉદ્દેશ્ય છે, ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કેમ થાય! જે ધર્મની વૃદ્ધિ એટલે કે વિશ્વના આત્માઓને વિકાસ થવાને બદલે ધર્મના કલેવરની (સંઘ, સમાજ તીર્થની) જ. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com