________________
આપ્યું કે એ રીતે પણ જીવી શકાય છે. એટલું જ નહીં, જ્યારે “ઇડા તે માંસમાં આવતા નથી” એવી દલીલ લોકોએ કરી તે તેમણે જવાબ આપ્યો કે “મારી માતાજીએ પ્રતિજ્ઞા આપી છે અને તેમાં ઈડાને માંસાહાર ગણવામાં આવ્યો છે. એટલે હું કંઈ લઈ શકતું નથી.” એવી જ રીતે પરસ્ત્રીગમન અંગે પણ તેમની કસોટી થઈ પોતે પ્રતિજ્ઞાબદ્ધ હોવાથી તેમાંથી પણ પાર ઉતર્યા. એ અંગે ગાંધીજીએ પિતાની આત્મકથામાં લખ્યું છે: “પૂજ્ય માતાની અપાવેલ પ્રતિજ્ઞા રૂપી ઢાલ તે વખતે મારી પાસે હતી એટલે હું પ્રતિજ્ઞા અને પ્રભુકૃપાથી અનિષ્ટોમાંથી બચી શકે.” આ છે પ્રતિજ્ઞાને ચમત્કાર..
જેમાં તે વ્રતબદ્ધતાની બહુ જ કીમત માનવામાં આવેલી છે. અમુક પ્રતિજ્ઞા લેતાં, અમુક અનિષ્ટથી બચી જવાયું. એવી વાત જણવતા ઘણા કથાનક જૈન કથાઓમાં મળી આવે છે. સુદર્શન શેઠ શીલની પ્રતિજ્ઞાના કારણે મોટા પ્રલોભનમાંથી બચી શકે એની મેરી વાર્તા છે. આજે જેમાં પ્રતિજ્ઞા અને પચ્છખાણ મોટા ભાગે રૂબિત થઈ ગયાં છે, તેની પાછળ ભાવ, સ્પષ્ટ રીતે સમજાવવામાં આવતો નથી; તે છતાયે એકદરે પ્રતિજ્ઞાબદ્ધ થવાથી લાભ જ થાય છે.
વૈદિક ધર્મગ્રંથોમાં પણ “સંકલ્પ લેવાને મહિમા બતાવવામાં આવ્યું છે. સંકલ્પ કે પ્રતિજ્ઞા લીધા વગરનાં વ્રતે સફળ થતાં નથી, નિષ્ફળ બને છે એ અનુભવ સિધ્ધ વાત છે.
* ઘણા લોકો એક બીજી દલીલ પણ આગળ મૂકે છે કે “અમે એકલા એકાંતમાં વ્રત-પ્રતિજ્ઞા લઈએ; સમાજ કે વડીલ અથવા ગુરુ વ.. સમક્ષ શા માટે લઈએ ?” આના પિતાનાં ભયસ્થાને છે.
ભારતીય ધર્મોમાં ખાસ કરીને જન ધર્મમાં વ્રત-ગ્રહણ-વિધિ જાહેરમાં, વડીલે, ગુરુ અને સમાજ સમક્ષ કરવામાં આવે છે. એને મેટો ફાયદો એ થાય છે કે કટોકટીના સમયે પણ વ્રત ઉપર ટકી શકાય છે; વ્રત-બંગ કરતાં સંકોચ પમાય છે. એટલું જ નહીં એ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com