________________
ઢાલ રૂપે પણ બનીને રહે છે કે આટલા બધાની સામે પ્રતિજ્ઞા લીધી અને હવે તેડી તે મારું શું નામ રહેશે?
જેન સાધુઓને મેટી દીક્ષા આપતી વખતે વચ્ચાર-વિધિ સમાજ સમક્ષ કરવામાં આવે છે. તેની પાછળને એ હેતુ છે કે સમાજ એ વ્યક્તિને ઓળખી લે અને એના બદલે કોઈ બીજી વ્યકિત સાધુવેશ લઈ પેસી ન જાય. એવી જ રીતે ગ્રહસ્થો પણ વ્રત-ગ્રહણ કરવા માટે પ્રતિજ્ઞા સમાજ સમક્ષ લે છે જેથી સમાજ એને ઓળખીને એના ઉપર વિશ્વાસ મૂકી શકે. * આજે, જે કે બ્રહ્મચર્ય-વ્રત લેતી વખતે કે વ્રત-ઉપવાસના પચ્છખાણ લેતી વખતે ધર્મભાવનાની આડમાં, આડબર વધી ગયે છે. કયાંક વરઘડે કાઢવામાં આવે છે; કયાંક વતી તરફથી પ્રભાવના પરિગ્રહનું પ્રદર્શન કરીને વ્યકત કરવામાં આવે છે તે ક્યાંક મોટા પાયે જમણવારે જાય છે. એમાં સુધારો કરી જે સાદાઈપૂર્વક ગુરુ પાસે, અને ગુરુ ન હોય તે વડીલ શ્રાવક પાસે સાધક વ્રત ગ્રહણ કરે તો તે વ્રતનિષ્ઠામાં સહાયક બનશે; નહીંતર વ્રતની ભાવના કરતાં પ્રદર્શનને વધારે મહત્વ અપાઈ જવાનો ભય રહેલો છે.
ભારતીય લગ્નવિધિમાં વર-વધૂ, બન્નેનાં લગ્ન અગ્નિ, પાણી, વિ. પંચભૂત અને પંચ સમક્ષ કરવામાં આવે છે તે પણ આજ દષ્ટિએ. સમાજ જાણી શકે કે પતિ-પત્નિ બન્ને લગ્નગ્રંથિથી જોડાયા છે અને તેઓ મર્યાદા ભંગ કરતા હોય તે રોકી શકે અથવા જવાબદારીથી છટકવા માંગતા હોય તે ટકી શકે. આ રીતે વિશ્વવસલ્યની ધર્મનિષ્ઠા, નીતિનિષ્ઠા પૂર્વક આચરવામાં આવે તે સમાજનું સુંદર ઘડતર થઈ શકે.
ચર્ચા-વિચારણું ધર્મ એટલે સમાજને ટકાવી રાખનાર - શ્રી દુલેરાય માટલિયાએ વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા અંગે ચર્ચા શરૂ કરતાં કહ્યું ––જેના વિના ક્ષણભર પણ વિશ્વ અને સમાજ ન ટકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com