________________
એ છે. તેઓ જૈનધર્મમાં દીક્ષિત થયા છે તેના આચાર-વિચારને વફાદાર રહી; વિશ્વને વાત્સલ્ય રસથી તરબોળ કરવું છે, બધા ધર્મોને સમન્વય કરીને. એટલે તેમણે બધા ધર્મોના તત્વજ્ઞાન અને સદાચારને લઈને વિશ્વમાં ધર્મનિષ્ઠા ઊભી કરવા આ વ્રતોની ગોઠવણ કરી છે.
ધર્મનિષ્ઠા (વ્રતનિષ્ઠા) અને નીતિનિષ્ઠા બને મળતાં વિશ્વવાત્સલ્યની આચારનિષ્ઠા સંપૂર્ણ બને છે. માત્ર વ્રતનિષ્ઠા હોય અને નીતિનિષ્ઠા ન હેય ને આચારનિષ્ઠા કાંતે જડ, કાંતો ઝનૂની, કાં તે અનઘડ વિધાન કરનારી અગર તે ક્રિયાકાંડમાં જ રાચનારી, એકાંગી અને અપંગ બની જાય છે. નીતિનિષ્ઠા આચારનિષ્ઠાને પામે છે તે વ્રતનિષા એનું ચણતર છે. બન્ને મળતાં વિશ્વ વાત્સલ્યને મહેલ ઊભું થઈ શકે. '
નીતિનિષ્ઠા તે વિશ્વવાત્સલ્યમાં માનનારો અને એને લક્ષ્યમાં રાખીને સ્થપાયેલ દરેક વ્યક્તિ કે સંસ્થા (–ખેડૂતમંડળ” ગોપાલક મંડળ, ગ્રામોગી મજૂર મંડળ ગ્રામસંગઠન ], માતસમાજ, પ્રાયોગિકસંધ, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધ, વિશ્વવત્સલસંઘ, (કાંતિપ્રિય સાધુસન્યાસી-સાધ્વીઓ સંધ – ભવિષ્યમાં રચાય તે) તેમજ રાજ્ય સંગઠન (કોંગ્રેસ)માં ઉપરની સંસ્થાઓને અનુલક્ષી કાર્યો કરતી હોય તેવી વ્યકિતઓમાં હોવી જરૂરી છે. સાધુ વર્ગમાં તે બન્ને નિછાઓ સર્વાશપણે હેવી જરૂરી છે. જનસેવકોમાં નીતિનિષ્ઠા અને આંશિકરૂપે વ્રતનિષ્ઠા હેવી જરૂરી છે. તથા સંગઠનમાં અને રાજ્યસંગઠનમાં ગયેલા વિશ્વવાત્સલ્યમાં માનતા લોકોમાં નીતિનિષ્ઠા પાકી હોવી જોઈએ. * નીતિનિષ્ઠા પછી ધર્મનિષ્ઠા તે સહુમાં પોતપોતાના ધોરણ પ્રમાણે; કોઇમાં એકાંશ રૂપે, કોઈમાં અણુવ્રત રૂપે, કોઈમાં સર્વાશ રૂપે તે કોઈમાં મહાવત પ્રમાણે હશે.
નીતિનિષ્ઠા વગરની વ્રતનિષ્ઠાથી એવું બને છે કે વ્ર જડ બની જાય છે. ઘણીવાર એવું જોવામાં આવે છે કે એક વ્યકિત જાતે વ્રતને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com