________________
ખાતામાં દ્રવ્ય વધારો કરવામાં કે પૈસાદાર - મહાપરિગ્રહીને પ્રતિષ્ઠા આપવામાં અપરિગ્રહવત ગૌણ બની જાય છે. એવી જ રીતે કુટુંબમાં ચાલતાં બ્રહ્મચર્યનાશક વાતાવરણ, સંતાનવૃદ્ધિ, ફેશન કે વિલાસ દ્વારા કામેત્તેજના વૃદ્ધિથી બ્રહ્મચર્ય અણુવ્રત ભલે સ્થૂળ દષ્ટિએ પળાતું હોય પણ સૂક્ષ્મદષ્ટિએ તે ગૌણ બને છે. વતનિષ્ઠાનું સાચું હાર્દ નીતિનિષ્ઠાને ખરી રીતે સમજવામાં છે અને વ્રત પાલન સાથે સાથે જીવનમાં નીતિનિષ્ઠા પણ મજબૂત રહેવી જોઈએ. નહીંતર ઉપર જણાવવામાં આવેલ છે તે મુજબ નીતિ-નિષ્ઠા વગરની વતનિષ્ઠામાં જડતા, રૂઢતા અને અજ્ઞાન પિસી જવાનો સંભવ છે. : યુરેપમાં ખ્રિસ્તીધર્મસંઘ જે રોમમાં ચાલતું હતું તેના પાદરીઓ-પપે પિતે વ્રતબદ્ધ હોવા છતાં, તેમનામાં ધર્મ સહિષ્ણુતા ન હેવાને કારણે તેમજ તેઓ રાજ્યના આશ્રયે હેવાના કારણે, તેમણે સાચી ધર્મ-નિષ્ઠા ગુમાવી અને પરિણામે તેમણે સંત-ફાંસિસ અને એમના જેવા બીજા સાધુઓને નજીવા મતભેદના કારણે બાળી મૂક્યા; મરાવી નાખ્યા. એવી જ રીતે જેમને ડેક મતભેદ હતા એવા ઘણાને રીબાવીને મારી નંખાવવામાં આવ્યા. એવી જ રીતે ઘણા મુસ્લિમ શાસકોએઔરંગજેબ જેવા કદર અને ધર્મઝનૂની બાદશાહએ પણ હિંદુઓ ઉપર જો કર્યા, તલવારના જોરે ધર્માતર કરાવ્યું અને જે તાબે ન થયા તેમને મારી નખાવ્યા. આવા પ્રસંગે ધર્મના નામે થયા તેનાં કારણો જોતાં એમ લાગ્યા વગર નહીં રહે છે તે ધર્મવાળા લોકોમાં નીતિનિષ્ઠા ન હતી.
મહમદ પૈગંબરે આરબના લોકોને એક કરવા માટે સત્તા સ્વીકારી, છતાં નીતિનિષ્ઠ હેવાના કારણે બહુ જ સાદાઈથી રહેતા હતા. તેમણે રાજ્ય ઉપર ઈસ્લામ ધર્મનું વર્ચસ્વ રાખ્યું પણ પાછળના ખલીફાઓમાં એક-બે સિવાયના બધામાં નીતિ-નિષ્ઠા કાચી હેવાના કારણે, રાજસત્તા હાથમાં લઈને તેઓ સાદાઈથી ન રહી શક્યા અને ભોગવિલાસમાં પડ્યા રહ્યા. જન, બૌદ્ધ કે વૈદિક સાધુઓમાં કેટલાક એવા થઈ ગયા જેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com