________________
૧૩૩
આમ કાળે કાળે માણુસા પાછળ રહી જાય છે તેવાં માનવાને આગળ લાવવા પુરુષાર્થો પણ થાય છે એ પુરાણકાળથી પ્રચલિત છે. શુનઃ શેપનુ નામ દેવવ્રત રાખી વિશ્વામિત્ર તેને માટા કરે છે. એટલું જ નહીં, જેણે એને ભાઇ તરીકે સ્વીકાર્યો નહીં તેને એવા હલકી ગતિમાં પડયાની વાત પણ આવે છે.
ટુકમાં માનવ માત્ર એક છે. સદ્ગુણ અને દુર્ગુણુના ભેદ થઈ શકે. કાળી જેવી હલકી કેમમાં પણ ભકતા પાકી શકે છે. વિચારક્રાંતિનું મૂલ્યાંકન તેમ જ સ’ગઠનાની મહત્તા
શ્રી માટલિયાએ જણાવ્યું : “ પશ્ચિમના ક્રાંતિ શાસ્ત્રીઓએ કબૂલ્યું છે કે પ્રથમ વિચારે જેટલી વધુ સંખ્યમાં આગળ પહોંચે તેટલે અંશે ક્રાંતિ સામે દમન કરનારને જુસ્સા એ થાય છે, નબળા પડે છે. એટલે જ પરિવના સમાજમાં અમલી બનાવવા માટે વિચાર–પરિવર્તન અને હૃદય-પરિવતન જેટલાં જરૂરી છે તેટલું જ પરિસ્થિતિ પરિવર્તન પણ જરૂરી છે.
ફ્રાંસ, ઇંગ્લાંડ, રશિયા અને ચીનની ક્રાંતિઓ પણ પુરવાર કરે છે કે વિચાર–પરિવર્તન સાથે પરિસ્થિતિ પરિવર્તન માટે સંસ્થાએ જોઈ એ જ અને સંસ્થાએએ કાર્યક્રમ આપવાં જોઈ એ; તે જ સમાજમાં રૂઢ થયેલા વિચારો ફેરવાઈ શકે.
ક્રાંતિકારી વિચારાને આચારમાં લાવવામાં ઘણા વિઘ્ને આડે આવે છે. તેથી તે વખતે સંયમ, નિગ્રહ અને તપ વિના ક્રાંતિમય વિચારાની આચારનિષ્ઠાનું કુળ આવે જ નહીં.
ભાગવતમાં એક દાખલેો છે. ઋષિ ફળ આપે છે પણ તેમની પત્ની ધૂધલી લેતી નથી. કારણ કે પુત્રરૂપી ફળ મેળવવા માટે, તેને ૮-૯ માસ ગર્ભામાં રાખવા પડે, પછી તે મેટા થાય ત્યાં લગી મહેનત કરવી પડે, સયમ, નિગ્રહ અને તપકરવાં પડે. તે માટે ધૂધલી બ્રાહ્મણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com