________________
બ્રિટિશ છું” આવું દેશવ્યાપી અહી લોકોને લડાવી મારે છે તો તે દૂર થવું જોઈએ.
(૭) એ જ રીતે “મારૂં છે. મારૂં ચાલવું જોઈએ' એવી
સાતમી માલિકીપણની ગાંઠ છે. આ ગાંઠના કારણે “હું જ આ સંસ્થાનો કર્તા, આ મારી માલિકીનું ધન અથવા બધાએ મારું માનવું જોઈએ” એ ભાવ પેદા થાય છે,
જે વિશ્વ વાત્સલ્યમાં બાધક છે. આમ આ સાત ગ્રંથિઓનાં સાત કુંડાળાં ભેદાય નહીં, ત્યાં સુધી બ્રહ્મનિષ્ઠ, અધ્યાત્મનિષ્ઠ, કે વિશ્વ વાત્સલ્યનિષ્ઠ બનાય નહીં. તે
આચારનિષ્ઠામાં પણ મારે કહેવું જોઈએ કે માણસ એકલો આચાર કરી શકે નહીં તેને બીજા ઉપર આધાર રાખવાનું છે. એટલે જ આચારની એક વ્યાખ્યા છે કે “પરસ્પર કરેલો વહેવાર તે આચાર !”
આચારની જ્યાં વાત આવી કે તરત સંસ્થાઓ આવીને ઊભી રહે છે. ભેગા થઈને નક્કી કર્યા સિવાય વિચારબીજ સુકાઈ જાય, ઊગે જ નહીં, માટે જ ધર્મને આચાર કરવા ઇચ્છનારા મહાપુરૂષોએ સંસ્થા અને સંસ્થાદ્વારા પ્રયોગ કરવા ઉપર ભાર મૂકે છે.
જેમ લીંબુ અને ચીકુ, બીજોરું અને મોસંબી એક જાતિનાં છે તે પ્રયોગ કલમ કરીને માળી કરે નહીં, ત્યાં લગી તે ક્રિયા લેકવ્યાપી બને નહીં. એવી જ રીતે સર્વાગી ક્રાંતિકારે બધા ક્ષેત્રમાં અને મુખ્યત્વે આર્થિક (૨) સામાજિક (૩) રાજકીય અને (૪) સાંસ્કૃતિક ક્ષેત્રે નૈતિક સંસ્થાઓ ઊભી કરવી જોઇએ અને હેય તેને વ્યવસ્થિત કરીને ટેકો આપવો જોઈએ. જે નો વિચાર મૂકાય તેને આ સંસ્થાના સેવકો જાતે આચારમાં મૂકે અને સંસ્થાની આસપાસ નવા સમાજનું ઘડતર કરતા જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com