________________
૧૪૦
લાવ્યું પરિણામે હિંસક અને તોફાની તત્ત્વને પ્રતિષ્ઠા અને ઉત્તેજન મળી ગયું. જો કે પાછળથી તેમણે પિતાની એ ભૂલ કબૂલી હતી.
નીતિનિષ્ઠા ન હોવાના કારણે વિવેક વિસારીને પિતાનાથી સર્વથા ભિન્ન આચાર પ્રવાહમાં તણાઈ જવાય છે, એના કેટલાયે દાખલાઓ મળી આવે છે. મહાગુજરાત જનતા પરિષદે વિદ્યાથીઓને ઉશ્કેર્યા, તેમણે ભાંગફોડ કરી અને જનતાના જાનમાલની સુરક્ષા માટે સરકારને ગોળીબાર કરવો પડ્યો. કેટલાક માર્યા ગયા અને તેમને અંજલિ આપવા કેટલાક સાધુઓ પણ ગયા અને તેમને શહીદ તરીકે ખપાવ્યા. આનું કારણ નીતિનિષ્ઠાને અભાવ છે. સાધુ કદી તોફાની તને વખોડી ન શકે તો ઠીક, પણ તેને બિરદાવી તે ન જ શકે.
એવી જ રીતે કોંગ્રેસને દાખલો લઈએ. નીતિનિષ્ઠાના અભાવે સમાજવાદી ઢબની સમાજ રચના કેમ કરવી ? તે શું છે? તેને કોઈને સ્પષ્ટ ખ્યાલ નથી. એમાં ક્યાં ક્યાં સંગઠનને, ક્યાં ક્ષેત્રો સોંપવા એ નીતિ પણ નક્કી નથી. એના કારણે તે બધાં ક્ષેત્રને પકડવા જાય છે અને પોતાની નીતિ બહારનાં ક્ષેત્રમાં અસફળતા મળતાં તેની બીજા ક્ષેત્રમાં પણ ટીકા થાય છે. આચાર નિષ્ઠાને પાયે નીતિનિષ્ઠા છે. એમાં કચાશ રહેતાં સમાજ કે સંસ્થાનું ઘડતર કાચું રહી જાય છે.
કોંગ્રેસમાં આવી નીતિનિષ્ઠાની કચાશ છે. પરિણામે જોવામાં આવે છે કે વર્ષોને કોંગ્રેસી કાર્યકરે, સંસ્થામાંથી છુટાં થાય છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર-ગુજરાત વખતે ઘણા ગ્રેસીઓએ જઈને પિતાનાથી ભિન્ન આદર્શવાળી સંસ્થાઓ સાથે હાથ મેળવ્યા હતા. કેરલમાં કોમવાદી સંસ્થાઓ સાથે કોંગ્રેસે હાથ મેળવ્યું હતું. મહાત્મા ગાંધીજીના રચનાત્મક ઘડતરના મુદ્દાઓમાં એક મુદ્દો હતા–“રાષ્ટ્રભાષા -માતૃભાષા પ્રચાર ” તેમણે એના આધારે એકતાના સૂત્રને મજબૂત કર્યું હતું ત્યારે આજે થોડાક અંગ્રેજી ભણેલાઓએ લોકોની શેહમાં તણાઈહિંદીનું મહત્વ ઘટાડયું છે અને પ્રાથમિક ધોરણોથી અંગ્રેજી ભાષાને દાખલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com